Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતીઓ માટે સારા સમાચાર, હવે અમેરિકા જવા માટે નહીં થાય મુંબઈનો ધક્કો...!

અમેરિકાના પ્રવાસે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો સૌથી વધુ ફાયદો ગુજરાત, અમદાવાદને થશે. અમેરિકા અમદાવાદ શહેરમાં કોન્સ્યુલેટ કચેરી શરુ કરવા તૈયાર થયું છે. અમદાવાદ ઉપરાંત કર્ણાટકના બેંગલુરુમાં પણ અમેરિકા કોન્સ્યુલેટ શરુ કરશે. હાલમાં, વોશિંગ્ટનમાં દૂતાવાસ સિવાય ભારતના ન્યૂયોર્ક, સાન...
ગુજરાતીઓ માટે સારા સમાચાર  હવે અમેરિકા જવા માટે નહીં થાય મુંબઈનો ધક્કો
Advertisement

અમેરિકાના પ્રવાસે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો સૌથી વધુ ફાયદો ગુજરાત, અમદાવાદને થશે. અમેરિકા અમદાવાદ શહેરમાં કોન્સ્યુલેટ કચેરી શરુ કરવા તૈયાર થયું છે. અમદાવાદ ઉપરાંત કર્ણાટકના બેંગલુરુમાં પણ અમેરિકા કોન્સ્યુલેટ શરુ કરશે. હાલમાં, વોશિંગ્ટનમાં દૂતાવાસ સિવાય ભારતના ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં પાંચ વાણિજ્ય દૂતાવાસ છે.

મહત્વનું છે કે, હાલમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે અનેક કરારો થવાના છે. અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતીઓને US ના વિઝા માટે મુંબઈ જવુ નહીં પડે. અમેરિકા અમદાવાદમાં વાણિજય દુતાવાસ ખોલશે. આમ PM ના પ્રવાસ વચ્ચે વિદેશ જતા ગુજરાતીઓ માટે આ ખુશીના સમાચાર છે.

Advertisement

Advertisement

અધિકારીએ જણાવ્યું હતું કે યુએસએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને રેકોર્ડ 125,000 વિઝા આપ્યા હતા. વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ 20 ટકાના વધારા સાથે ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, આ ઉપરાંત બેંગલુરુમાં પણ અમેરિકા વાણિજય દુતાવાસ ખોલશે. નોંધનીય છે કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષ મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરતા હોય છે. મહત્વું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ બાયડેન અને જીલ બાયડેન વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.

આ પણ વાંચો : Starlink ભારતમાં ધમાકેદાર એન્ટ્રી મારવા માટે તૈયાર, મળશે 300 MBPS ની જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ!

Tags :
Advertisement

.

×