Download Apps
Home » Rajkot : ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય શરૂ

Rajkot : ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય શરૂ

Rajkot : કોટડા સાંગાણી પંથક માં અનરાધાર વરસાદ વરસ્યો. કોટડા પંથકમાં વાદીપરા, પાંચ તલાવડા, જૂની ખોખરી, નવી ખોખરી, નાના માંડવા, માણેકવાડા, રાજગઢ, શાપર, લોઠડા, રાજપરા, શેમડાં, હડમતાળા, રિબડા સહિતના ગામોમાં ગત મોડીરાત થીજ વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ થી કોટડા સાંગાણી થી રાજકોટ તરફ જવા ના માર્ગો બંધ થયા છે ગોંડલી ડેમ અને વાછપરી ડેમ માં નવા નિર ની આવક થતા ઓવરફ્લો થયા છે.

Rain in Gujarat

રાજકોટના કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા કરમાળ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમા પુરના પાણી ઘુસ્યા, નદીમાં ભયાનક પુર આવતા નથી કાંઠેથી માલધારી અનેક ભેંસો તણાઈ છે. ગામના બે પ્રોઢ તણાતા એક બન્યા લાપતા જ્યારે એક નદીની વચ્ચે હજુએ ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે. NDRF મામલતદાર પોલીસ સહિતની ટીમ કરમાળ પીપળીયા પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

ફોફળ ડેમ ઓવરફ્લો

રાજકોટ જિલ્લા ના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ સતત પાંચમી વખત ઓવર ફલો થતાં દુધીવદર થી ભાદરા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દુધીવદર પાસે ફોફળ નદી પર નો કોઝવે છેલ્લા 15 દિવસ થી પાણી માં ગરકાવ થતાં કોઝવે પર બે ફૂટ જેટલો પાણી વહી રહ્યો છે તેથી કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. લોકોને કોઝવે પરથી અવર જવરના કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મોટીસર ડેમ ઓવરફ્લો

ગોંડલ તાલુકાના પાટિયાળી ગામ પાસે આવેલ મોટીસર ડેમ ઓવરફ્લો થયો મોતીસર ડેમ ની કુલ સપાટી 25 ફૂટ ની છે અને 15 દરવાજા સાથે આ ડેમ અડીખમ ઉભો છે જેમાં ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને મોતીસર ડેમ માં પાણી નિ આવક માં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ડેમ ના 2 દરવાજા 30 ડીગ્રી ખોલવામાં આવ્યા છે મોતીસર ડેમ ની નીચે આવેલ પાટિયાળી, હડમતાળા, કોલીથડ સહિત ના ગામોને ના લોકો ને નદીના પટ માં અવરજવર ના કરવી અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Heavy Rain in Saiurashtra Gujarat

ગોંડલ શહેર માં આવેલ નાના મોટા 3 ડેમ ઓવરફ્લો

ગોંડલની જીવાદોરી સમાન રાજાશાહીયુગનું વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું વેરી તળાવ ઓવરફ્લો થતા તળાવની નીચે આવતા આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ સહિતના ડેમો પણ ઓવરફ્લો થયા છે ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને ગોંડલની ગોંડલી નદીમાં ભારે પુર જોવા મળ્યું છે.

ભાદર ડેમ – 1 ની પાણી ની સપાટી માં સતત વધારો જોવા મળ્યો. ભાદર ડેમ – 1 માં પાણી ની સપાટી માં સતત વધારો જોવા મળી રહ્યો છે 23 જુલાઈ ના બપોર ના 11 વાગ્યા ની 29.50 ફૂટ ની સપાટી જોવા મળી હતી ભાદર ડેમ માં 39445 ક્યુસેક પાણી ની આવક ચાલુ છે.

મોટાદડવા માં 15 જેટલા લોકો સિમ વિસ્તાર માં ફસાયા હોવાની વિગતો મળી રહી છે. કોટડા સાંગાણીના વાદીપરા નજીકનો કરમાળ ડેમ ઓવરફ્લો થતા મોટાદડવાની કરમાળ નદીમાં આવ્યા ઘોડાપુર નદીના ઘોડાપુરને લઈને મોટાદડવા ગામે સીમ વિસ્તારમાં 15 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે. રેસ્ક્યુ માટે મામલતદાર, ટીડીઓ, NDRFની ટીમ સાથે ઘટના સ્થળે પોહચી છે.

Weather Update Heavy Rain in Gujarat

શ્રી અક્ષર મંદીર,ગોંડલ દ્વારા જૂનાગઢમાં રાહતકાર્ય શરૂ

જુનાગઢમાં અનરાધાર વરસાદે તબાહીનું તાંડવ સર્જી દીધું છે. ધસમસતા જળબંબાકારે લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો કર્યો છે. ત્યારે પારાવાર પ્રશ્નો સામે લોકોને રાહત પ્રાપ્ત થાય તે હેતુથી શ્રી અક્ષર મંદીર,ગોંડલ દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજીત ૧૦ હજાર જેટલા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં ગોંડલ શહેરના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ જોડાયા અને શુદ્ધ તેમજ પૌષ્ટિક વાનગીથી સભર ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેને સ્થાનિક તંત્રના માર્ગદર્શન મુજબ અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આવા કોઈપણ વિપરિત પરિસ્થિતિ કે સંજોગોમાં વિશેષ સેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ બી.એ.પી.એસ સંસ્થા દ્વારા સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.

આ પણ વાંચો : જસદણ ગ્રામ્ય અને શહેર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પાણીમાં તણાતી જોવા મળી ઇકો કાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો