અમદાવાદમાં નબીરાઓ બેફામ, જાહેર રોડની વચ્ચે ફટાકડા ફોડતો વિડીયો વાયરલ
અમદાવાદમાં સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ બન્યા છે. જાહેરમાં રોડની વચ્ચે ફટાકડા ફોડતા નબીરાઓનો એક વિડીયો વાઇરલ થયો છે. ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે.
અમદાવાદમાં સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ
અમદાવાદમાં સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ બનતા જોવા મળી આવ્યા છે. આ નબીરાઓ અવાર નવાર પોતાની મરજી મુજબના વર્તન કરતાં જોવા મળી આવતા હોય છે. ત્યારે હવે આઅ નબીરાઓ દ્વારા જાહેર રોડની વચ્ચે જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ નબીરાઓનો જાહેર રોડ વચ્ચે ફટાકડા ફોડતો વિડીયો વાઇરલ થયો છે.
જાહેર રોડ વચ્ચે ફટાકડા ફોડતા હોવાનો વિડીયો વાઈરલ
જાહેર રોડ વચ્ચે ફટાકડા ફોડતા હોવાનો વિડીયો વાઈરલ થયો છે. તે વિડીયો અમદાવાદમાં સિંધુભવન રોડ પાસે આવેલી તાજ હોટલની પાસેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આઅ સાથે જ આ વિડીયો જોયા બાદ પોલીસની કામગીરી ઉપર પ[એન ઘણા સવાલો ઊભા થયા છે. અને અમદાવાદ પોલીસની બેદરકારી જોવા મળી રહી છે.
નબીરાઓને પાઠ ભણાવવામાં આવ્યો હતો
આવી જ એક ઘટના થોડા સામે પહેલા જ સામે આવી હતી. જેમાં સિંધુભવન રોડ પર નબીરાઓ ખુલ્લેઆમ પોલીસના ખોફ વગર ચાલુ ગાડીમાંથી ફટાકડા બહાર નાખતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ કાર્યરત થઈ હતી અને આઅ ઘટના અંગે કાર્યવાહી કર્યા બાદ નબીરાઓને ઘટના સ્થળ પર લઈ જઈને તે સ્થળ પર લોકો સામે તે નબીરાઓને પાઠ ભણાવવામાં આવ્યો હતો.
આવી જ રીતે નબીરાઓ બેફામ બન્યા છે અને આ નબીરાઓની બેદરકારીના કારણે તેમની મજા માટે લોકો મુશ્કેલીમાં મુકાઇ જતાં હોય છે. આમ જાહેર રોડ વચ્ચે ફટાકડા ફોડવાથી રસ્તા પર જતાં આવતા લોકોને મુશ્કેલી થતી હોય છે.
આ પણ વાંચો - સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જૂથ અથડામણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


