Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : માતાનો વાંક માત્ર એટલો જ કે તેણે...!

Surendranagar : સામાજીક સંબંધોને છિન્નભિન્ન કરી નાંખે તેવી ઘટના સુરેન્દ્રનગર (Surendranagar) માં બની છે જ્યાં એક કપાતરે મા-બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વગર આખે આખું ઘર સળગાવી દીધું હતું. માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500...
surendranagar   માતાનો વાંક માત્ર એટલો જ કે તેણે
Advertisement

Surendranagar : સામાજીક સંબંધોને છિન્નભિન્ન કરી નાંખે તેવી ઘટના સુરેન્દ્રનગર (Surendranagar) માં બની છે જ્યાં એક કપાતરે મા-બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વગર આખે આખું ઘર સળગાવી દીધું હતું. માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500 રુપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો અને તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આંગ ચાપી દીધી હતી.

કઠાડા ગામે હચમચાવી નાંખે તેવી ઘટના

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કઠાડા ગામે હચમચાવી નાંખે તેવી ઘટના બહાર આવી છે જેમાં માતાએ પુત્રને પૈસા ન આપતા પુત્રએ પોતાના જ ઘરમાં આગ લગાવી દીધી હતી. જાણવા મળતી માહિતી મુજબ પુત્ર મયુર મકવાણાએ તેની માતા પાસે 500 રુપિયા માગ્યા હતા પણ ગરીબ પરિવારની માતાએ પુત્રને પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

Advertisement

Advertisement

પોતાના ઘરમાં જ આગ ચાંપી દીધી

માતાએ પુત્રને પૈસા ના આપતાં પુત્ર મયુર ઉશ્કેરાયો હતો અને તેણે માતા-પિતાને ધમકી આપી હતી અને ત્યારબાદ તેણે પોતાના ઘરમાં જ આગ ચાંપી દીધી હતી. આગમાં કપડાં, વાસણ, અનાજ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ

બેઘર બનેલા માતા-પિતા પોતાના કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ બની ગયા હતા. લોકોએ પુત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો. પુત્રના કરતૂત અંગે પિતાએ દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો---- Surat : ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવતીને ધમકી મળતા ખળભળાટ

આ પણ વાંચો---- Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત

આ પણ વાંચો---- Ahmedabad: ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બન્યા બેફામ,જુઓ video

Tags :
Advertisement

.

×