Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિકાગો ખાતે યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ- 2023માં અમૂલનું પ્રતિનિધિત્વ કરતાં “કચ્છ કુરિયન”

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન(IDF)દ્વારા વર્લ્ડ ડેરી સમિટ – 2023 અમેરિકાના શિકાગો ખાતે યોજાઇ. આ સમિટમાં વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો, જેમાં કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ...
શિકાગો ખાતે યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ  2023માં અમૂલનું પ્રતિનિધિત્વ કરતાં “કચ્છ કુરિયન”
Advertisement

અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ

ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન(IDF)દ્વારા વર્લ્ડ ડેરી સમિટ – 2023 અમેરિકાના શિકાગો ખાતે યોજાઇ. આ સમિટમાં વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો, જેમાં કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમિટમાં આગામી વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા વિષે ચર્ચા થઈ હતી.
સદર સમિટમાં વલમજીભાઈ હુંબલ દ્વારા દેશી બ્રીડનું મહત્વ જળવાઈ રહે તેમજ ગાય તેમજ ભેંસના દૂધ ઉપરાંત ઊંટડીના દૂધનું મહત્વ વિષે ચર્ચા કરી.આ સાથે દુનિયાની સામે ઊંટડીના દૂધના ફાયદાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે ઊંટડીના દૂધ માંથી મળતા વીવીધ ઔષધીય ગુણધર્મોથી લોકોને અવગત કર્યા હતા. તેમજ પશુપાલકોને દૂધ ઉપરાંત અન્ય કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.સાથો સાથ આગામી સમયમાં ગોબર ધન, સામૂહિક પશુ રસીકરણ, પશુ આધાર જેવી યોજનાઓની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી

Advertisement

કોણ છે કચ્છી કુરિયન ? 

Advertisement

ભારતની સૌથી મોટી દૂધ ડેરી અમૂલના હોદ્દેદારોની ચૂંટણીમાં વલમજી હુંબલની બીજી વખત નિયુક્તિ થઈ હતી. ભારતમાં શ્વેત ક્રાંતિમાં અગત્યનું ભાગ ભજવનાર અમૂલ ડેરીમાં વાઈસ ચેરમેન જેવા મહત્વના પદ પર એક કચ્છીની સતત બીજી વખત વરણી થઇ હતી. કચ્છમાં શ્વેત ક્રાંતિ લાવનાર વલમજી હુંબલને કચ્છી કુરિયન કહેવામાં આવે છે.

આ પણ વાંચો --  વર્ષમાં એક જ વાર ખુલે છે આ સિધ્ધ સાધ્વી માં નું મંદિર, જાણો તેના રોચક ઈતિહાસ વિષે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×