Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SCA : સૌરાષ્ટ્રના 5 જુનિયર ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો

SCA : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના જુનિયર ક્રિકેટરોનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. ચંદીગઢથી પરત આવતી વખતે એરપોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી તપાસમાં 5 ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરની બોટલો મળી આવી હતી જેથી ગુજરાતના ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી...
sca   સૌરાષ્ટ્રના 5 જુનિયર ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો
Advertisement

SCA : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના જુનિયર ક્રિકેટરોનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. ચંદીગઢથી પરત આવતી વખતે એરપોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી તપાસમાં 5 ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરની બોટલો મળી આવી હતી જેથી ગુજરાતના ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશના 5 ખેલાડીઓની ક્રિકેટ કિટમાંથી દારુનો જથ્થો પકડાયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશના 5 ખેલાડીઓની ક્રિકેટ કિટમાંથી દારુનો જથ્થો પકડાયો હોવાના અહેવાલ ખળભળાટ મચાવી દીધો છે. આ જુનિયર ક્રિકેટરો ચંદીગઢથી પરત આવી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર કસ્ટમ દ્વારા તપાસ કરાતા 5 ખેલાડીઓની કીટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે.

Advertisement

કિટમાંથી 2 પેટી બિયર અને દારુની 27 બોટલ મળી

દારુનો આ જથ્થો સિનીયરોને ખુશ કરવા માટે જુનિયર ક્રિકેટરો લાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કસ્ટમની ચેકીંગમાં 5 ખેલાડીઓની કિટમાંથી 2 પેટી બિયર અને દારુની 27 બોટલ મળી આવી હતી.

Advertisement

અનેક સવાલો

જુનિયર ક્રિકેટરોની કીટમાંથી દારુ મળતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ક્યા સિનીયર ખેલાડીઓને ખુશ કરવા માટે આ ક્રિકેટરો દારુ અને બિયરનો જથ્થો લાવી રહ્યા હતા તે તપાસનો વિષય છે. શું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલે તપાસ કરશે કે કેમ તે પણ સવાલ છે. ક્રિકેટરો પાસે કોણે દારુ મંગાવ્યો હતો તે દિશામાં પણ તપાસ થવી જરુરી છે કારણ કે સિનિયર ક્રિકેટરો માટે આ દારુનો જથ્થો મંગાવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે જેથી સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉંડી તપાસ કરે તો ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.  ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમની તપાસ થઇ તેમાં આ ઘટસ્ફોટ થયો છે જેથી કસ્ટમ દ્વારા પણ ખેલાડીઓની પૂછપરછ કરાઇ છે.

આ પણ વાંચો-----PM MODI એ ગ્રાન્ડ સ્લેમ જીતવા પર ROHAN BOPANNA ને પાઠવ્યા અભિનંદન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×