Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari ના વકીલે પોતાની જીવનલીલા સંકેલી! ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ

Navsari: ગણદેવી તાલુકાના ધમડાછા ગામે વકીલે કરી આત્મહત્યા
navsari ના વકીલે પોતાની જીવનલીલા સંકેલી  ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ
Advertisement

Navsari: લોકોની ધીરજ ક્ષમતા અત્યારે ખુબ જ ઘટની જાય છે. નાની-નાની વાતોમાં પણ માણસ હારી અને નાસીપાક થઈ જાય છે. આવી સ્થિતિમાં તે પોતાની જીવનલીલા સંકેલી લેવાનો વિચાર કરી લેતો હોચ છે. નોંધનીય છે કે, મગદ એ રીતે પરેશાન થઈ ગયું હોય છે કે, આત્મઘાતી પગલું ભરાઈ જાય છે. આવો જ એક બનાવ નવસારી (Navsari)માં બન્યો છે. વિગતે વાત કરવામાં આવે તો નવસારીમાં એક વકીલે આત્મહત્યા કરી હોવાની જાણકારી સામે આવી છે.

ગણદેવી તાલુકાના ધમડાછા ગામે બની આ ઘટના

નોંધનીય છે કે, તેજશ વશી નામના વકીલે આત્મહત્યા કરી લીધી છે. મળતી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના ધમડાછા ગામે આ ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ દિવસ અગાઉ પોતાના ઘરેથી વકીલ નીકળ્યા હતા. અત્યારે તેમની પોતાની કારમાંથી જ તેજશ વશી નામાના વકીલની લાશ મળી છે. નોંધનીય છે કે, તેમની પોતાની કારમાંથી તેમની લાશ મળી આવતા અત્યારે પંથરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

વકીલ તેજશ વશીની ડીકંપોઝ હાલતમાં મળી આવી લાશ

વધુમાં વાત કરવામાં આવો તો, પોલીસને વકીલ તેજશ વશીની ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી છે. આ સાથે સાથે કારમાંથી પોલીસને ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. અત્યારે પોલીસે લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, નવસારી (Navsari)ના વકીલે ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે કોઈ ચોક્કસ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.

Advertisement

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

અત્યારે પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળી ગયા બાદ આજે તેમની લાશ મળી આવતા પોલીસ પણ અત્યારે અચરજમાં છે. જોકે, પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ અર્થે મોકલી દેવામાં આવી છે, આ સાથે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો, સરકારનો કર્મયોહી હિતકારી નિર્ણય

આ પણ વાંચો: Congress Bhawan પોલીસ છાવણીમાં ફેરવાયું, રાહુલ ગાંધી ગુજરાત આવે એવી વકી

આ પણ વાંચો: Rajkot Gamezone Fire : HC એ કહ્યું – કેટલાક અધિકારીઓના કારણે આખું રાજ્ય બદનામ..!

Tags :
Advertisement

.

×