Download Apps
Home » ONLINE Fraud : પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા રજીસ્ટ્રાર કમ નાજર સાથે ઓનલાઇન છેતરપિંડી

ONLINE Fraud : પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા રજીસ્ટ્રાર કમ નાજર સાથે ઓનલાઇન છેતરપિંડી

સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં દિન – પ્રતિદિન ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે ખાનગી તેમજ સરકારી બેંકો સહિત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન છેતરપિંડી અંગે સોશિયલ મીડિયામાં તેમજ અનેક માધ્યમો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવે છે.

ઓનલાઇન છેતરપિંડી આચરતા ગઠિયાઓ યેનકેન પ્રકારે નિર્દોષ અને ભોળી પ્રજાને પોતાના શિકાર બનાવી લેતા હોય છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી મુકામે આવેલી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા રજીસ્ટાર કમ નાજર ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠીયાએ AXIS બેન્કના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી એનીડેસ્ક’ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પર્સનલ બેન્કોની માહીતી મેળવી SBI BANK અને AXIS BANK નાં ખાતાંમાંથી ટુકડે ટુકડે 1.29 લાખ ઉસેળી લીધાં છે જે અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં બેરણા રોડ ઉપર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા અને વડાલી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં રજીસ્ટ્રાર કમ નાજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ જુજારસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગતરોજ 14 ઓગસ્ટ 2023 ના રોજ મોજે વડાલી પ્રિન્સિપલ સીવીલ કોર્ટમાં પોતાની ફરજ દરમિયાન હાજર હતા.

જીતેન્દ્રસિંહ રાઠોડે પોતાનુ ઇ-મેઇલ આઇ.ડી બદલવા સારૂ ગુગલ પેજમાં સર્ચ કરી AXIS બેંકનો મોબાઇલ નંબર- 09123848031 મેળવી પોતાના મોબાઇલ નંબર-8799310458 થી AXIS બેંકના મોબાઇલ નંબર- 09123848031 ઉપર ફોન કરતાં સામેથી “AXIS બેન્ક લી. હિંમતનગર સે બોલ રહા હું મેં આપકી કયા સહાયતા કર સકતા હું” તેમ કહી AXIS બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે વાતચીત કરી તેમનો વિશ્વાસ કેળવી તેમની પાસે ” એનીડેસ્ક’ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

તે બાદ આરોપીએ ફરીયાદીની પર્સનલ બેન્કોની માહીતી મેળવી પ્રથમ એસબીઆઈ બેંકના ખાતા નંબર-20081895576 માંથી રૂ. 7,009/- તથા રૂ. 87,993/- તથા AXIS બેંકના ખાતા નંબર-2830101000 26,080 માંથી રૂ. 998/- તથા રૂ. 24,997/- તથા 01 રૂપિયો મળી જીતેન્દ્રસિંહ રાઠોડના બન્ને ખાતાઓમાંથી કુલ રૂ .1,29,998/-ની તેમની જાણ બહાર પૈસા ઉપાડી લઇ ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા જીતેન્દ્રસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરનાર ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : યસ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : પંચમહાલ – દરગાહ ખાતે માથું ટેકવી માનતા પૂરી કરવા ગયેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા