Download Apps
Home » PANCHMAHAL : ઘોઘંબા તાલુકાના સીમલિયા ગામે આવેલ શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા

PANCHMAHAL : ઘોઘંબા તાલુકાના સીમલિયા ગામે આવેલ શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તેમના લગતા દરેક વિભાગોમાં આકસ્મિક તપાસ ધરવામાં આવી રહી છે. જેમાં સસ્તા અનાજ, પેટ્રોલ પમ્પ અને ગેસ એજન્સીઓ સહિત વિવિધ વિભાગોમાં આકસ્મિક તપાસ કરી મોટા પાયે ગેરરીતિ આચરતા અનાજ માફિયા સામે લાલ આંખ કરી ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  જેના કારણે કેટલાક ગેરરીરતી આચરતા ઇસમોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજે ઘોઘંબા તાલુકાના સીમલિયા ગામ માં આવેલી શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી પર આકસ્મિક તપાસ કરતા અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હોવાનું સામે આવ્યું છે.
Image preview
પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સીમલીયા ખાતેના LPG ગેસ એજન્સીમાં પૂરવઠા વિભાગ દ્વારા દરોડા પાડી  ગેરરીતિ ઝડપી પાડી કાયૅવાહીથી ડઘાઈ ગયેલા એજન્સીના મહિલા સંચાલક મીડિયા ઊપર ભડાશ કાઢતા નજરે પડ્યા હતા. ઘોઘંબાના સીમલીયા ખાતે આવેલ શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ LPG ગેસ વિતરક એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પૂરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરતા મોટાં પ્રમાણમાં ગેરરીતીઓ ઝડપાઈ હતી.
Image preview
સતત 7 કલાક સુધી ચાલેલ તપાસમાં અનેક પ્રકારની ગેરરીતીઓ સામે આવી હતી. કલાક તપાસમાં 458 સિલિન્ડરની ઘટ જોવા મળવના સાથે  એજન્સીના સંકુલમાં ભારત ગેસને બદલે એચ પી ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પણ મળી આવી હતી. જોકે સિલિન્ડર ભરેલ ટ્રક મામલે એજન્સી સંચાલક દ્વારા ગોળ ગોળ જવાબ આપતા શંકાના આધારે  142 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક સીઝ કરવામાં આવી છે.
Image preview
જિલ્લા પૂરવઠા વિભાગે 142.LPG ગેસ  સિલિન્ડર સહિત 10.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો સાથે એજન્સીનાં ગોડાઉનમાં 457 LPG ગેસ સિલિન્ડર ઘટ પણ જણાઈ આવી તે મામલે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ કાર્યવાહીને લઈ ડઘાઈ ગયેલા એજન્સીના મહીલા સંચાલક દયામતી બેન સોલંકી મિડીયા ઊપર ભડાશ કાઢતા નજરે પડયા અને તમને અહિયાં કોણે બોલાવ્યા તેવા સવાલ કરવા લાગ્યા હતા. શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી પૂર્વે સાંસદ સ્વ પ્રભાતસિંહ ચૌહાણના જમાઈ દેવેન્દ્ર સોલંકી અને તેમનાં પત્ની દયામતી દેવેન્દ્ર સોલંકીના નામે હોવાની હકીકત સામે આવી છે. હાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા