જીતુ વાઘાણી વિરુદ્ધના કોઇ પુરાવા યુવરાજસિંહ પાસે નથી : પોલીસ
ભાવનગર ડમી કાંડ બાદ આરોપીઓના નામ જાહેર ના કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપીઓ પાસેથી 1 કરોડની રકમનો તોડ કર્યો હોવાના ગુનામાં યુવરાજસિંહની શુક્રવારે રાત્રે ધરપકડ કરી હતી. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પુછપરછમાં...
Advertisement
ભાવનગર ડમી કાંડ બાદ આરોપીઓના નામ જાહેર ના કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપીઓ પાસેથી 1 કરોડની રકમનો તોડ કર્યો હોવાના ગુનામાં યુવરાજસિંહની શુક્રવારે રાત્રે ધરપકડ કરી હતી. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પુછપરછમાં યુવરાજે જણાવ્યું હતું કે તેમની પાસે કોઇ રાજકીય વ્યકતિઓ સામે કોઇ પુરાવા નથી અને તેમણે કેટલાક લોકોના કહેવાથી આ નામ આપ્યા હતા.
રાજકીય વ્યક્તિઓના નામો પણ તેમણે આપ્યા
રેન્જ આઇજી ગૌતમ પરમારે શનિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગઇ કાલે યુવરાજ સિંહની ધરપકડ કરાઇ છે. ગઇ કાલે યુવરાજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા કેટલાક નિવેદનો કર્યા હતા અને નિવેદનો બાબતે મિડીયાએ ઘણા પ્રશ્નો કર્યા હતા. આ નિવેદન મુજબ રાજકીય વ્યક્તિઓના નામો પણ તેમણે આપ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે પોતાને થ્રેટ છે અને મારી પાસે ઘણા બધા ભરતી કૌંભાડની માહિતી છે. જે બાબતે ગઇ કાલે પણ યુવરાજની પુછપરછ કરાઇ હતી અને ગઇ કાલે પણ મે જવાબ આપ્યો હતો કે આ પ્રકારની કોઇ વસ્તુ રાજકીય વ્યક્તિ પર તેમની પાસે પુરાવા હોય તે બાબતની કોઇ પણ પ્રકારની રજૂઆત પોલીસ સમક્ષ કરી ન હતી.
યુવરાજે કહ્યું...મારી પાસે કોઇ પુરાવા નથી
આજે ફરીથી મે પોતે યુવરાજની પુછપરછ કરી અને તેમને પુછ્યું કે તમારી પાસે કોઇ એવા પુરાવા છે કે તમે જે નામો લીધેલા છે રાજકિય વ્યક્તિઓ કે અન્ય વ્યક્તિના નામો આમા ઇન્વોલ્વ હોય ત્યારે યુવરાજે મારી હાજરીમાં જણાવ્યું કે મારી પાસે આવા કોઇ પુરાવા છે નહીં. તેમની વધુ પુછપરછ કરતા જણાવ્યું કે મે કેટલાક લોકોના કહેવાથી આ નામ આપ્યા હતા કેમકે મને ધરપકડ વિશે શંકા હતી. સીઆરપીસી 160નું સમન્સ બીજાને પણ મોકલવું જોઇએ પણ મે સમજ આપી કે આ સમન્સ ચોક્કસ સંજોગોને આધીન હોય છે. તેમણે કહ્યું કે મારા મનમાં આવો ખ્યાલ છે પણ મને કોઇ ધમકી મળી નથી.