Download Apps
Home » Surat: શરદ પૂનમને દિવસે સુરતીઓ માટે અલગ અલગ ફ્લેવારના પૌવા તૈયાર

Surat: શરદ પૂનમને દિવસે સુરતીઓ માટે અલગ અલગ ફ્લેવારના પૌવા તૈયાર

અહેવાલ -આનંદ પટણી, સુરત

નવરાત્રી બાદ સુરત શહેરમાં શરદ પૂનમની આતુરતાથી રાહ જોવામાં આવે છે.કારણ કે શરદ પૂનમને દિવસે પૂનમની ચાંદની માં દૂધ પૌવા મિક્સ કરી ચંદ્રની શીતળ છાયામાં મૂક્યા બાદ તેને આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે.એવી પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી રહી છે.આ પરંપરામાં સુરતમાં હવે પૌવામાં પણ નવું ઇનોવેશન થયું છે.અને આ શરદ પૂનમે સુરતીઓને ખાવા માટે 17 ફ્લેવરના પૌવા હાજર છે.

શરદ પૂનમના દિવસે લોકો દૂધ અને પૌવા ખાવાનું વધારે પસંદ કરે છે.રાત્રે દૂધમાં પલાળવામાં આવેલા પૌવા ચંદ્રની શીતળ રોશનીમાં રાખ્યા બાદ લોકો આરોગતા હોય છે.ત્યારે સુરતએ ખાણીપીણી માટે જાણીતું શહેર છે અને સુરતીઓ દરેક તહેવારમાં કંઈક નવું કરવા માટે ટેવાયેલા છે.ત્યારે સુરતમાં આ વર્ષે એક બે નહીં પરંતુ 17 અલગ અલગ ફ્લેવરના પૌવાનું વેચાણ થઈ રહ્યું છે.

આ શરદ પૂનમને દિવસે સુરતીઓ માટે અલગ અલગ ફ્લેવારના પૌવા તૈયાર છે.સુરતના એક વેપારી દ્વારા 17 પ્રકારના વિવિધ ફ્લેવરના પૌવા તૈયાર કરવામાં આવ્યા છે.આ 17 ફ્લેવરમાં રોઝ, વેનીલા, આઈસ્ક્રીમ, હાફૂસ મેંગો, ચોકલેટ, રાજભોગ, રાસબરી, બટર સ્કોચ, કેસર-બદામ-પિસ્તા, પાઈનેપલ, કસાટા, સ્ટ્રોબેરી, જમરૂખ અને મિક્સ ફ્રૂટ સહિતના ફ્લેવરના પૌવા તૈયાર કરવામાં આવ્યા છે.આ વર્ષે રસમલાઈ અને માવા મલાઈ બે ફ્લેવર્સ તૈયાર કરવામાં આવી છે.અહીં આવતા ગ્રાહકો પણ પૌવામાં નવી ફ્લેવરની માંગ કરે છે.

મહત્વની વાત છે કે મોંઘવારીની અસર પણ આ વર્ષે પૌવા પર જોવા મળી રહી છે.કારણ કે,પૌવાના ભાવમાં 20થી 25 ટકા જેટલો વધારો થયો હોવાના કારણે આ વર્ષે અલગ અલગ ફ્લેવર વાળા પૌવાના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.ગત વર્ષે આ પૌવાના 1 કિલોના ભાવ 80 રૂપિયા હતા પરંતુ આ વર્ષે ફ્લેવરવાળા પૌવા 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યા છે.જોકે આ ફ્લેવર પૌવા એક વર્ષ સુધી ફ્રિજમાં રાખવાથી કંઈ પણ થતું નથી એટલે કે એક વર્ષ દરમિયાન આ પૌવાને લોકો ફ્રિજમાં સ્ટોર કરીને ખાઈ શકે છે.આ પૌવા તૈયાર કરવા માટે ફૂડ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ફ્લેવરની ખાસિયતએ છે કે,જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવતું નથી અને આ પૌવા બે વર્ષના બાળકથી લઈને 60 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ સુધીના વ્યક્તિ પૌવા ખાઇ શકે છે.

આ પણ વાંચો —

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા