Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર, જાણો શું લખ્યું છે આ પત્રમાં?

Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ
pradipsinh vaghela  રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર  જાણો શું લખ્યું છે આ પત્રમાં
Advertisement

Pradipsinh Vaghela: રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ભાષણમાં રાજપૂત સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. મળતી વિગતો પ્રમાણે રાહુલના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન આપ્યુ હતુ, તો તેમણે ક્ષત્રિય સમાજની પાંચ વખત માફી માંગી હતી. પરંતુ રાહુલ ગાંધી દ્વારા હજુ સુધી કોઈ માફી માંગી નથી. જેથી ક્ષત્રિય સમાજ વધારે રોષે ભરાયો છે.

નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારીઃ પ્રદીપસિંહ

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના નિવેદનને લઈને અત્યારે પ્રદીપસિંહ વાઘેલા (Pradipsinh Vaghela)નો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્રતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. ’

Advertisement

Advertisement

વધુમાં તેમણે લખ્યું કે, ‘આપણા પૂર્વજોના ત્યાગમય જીવન માટે, તેમની ઉચ્ચ ભાવના માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ? આપણા પૂર્વજો કોણ હતા ? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ? પ્રખર રાષ્ટ્રભક્ત માનનિય નરેન્દ્ર મોદીને સમર્થન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે.’

વિવાદિત નિવેદન વચ્ચે પીએમ મોદીને સમર્થન આપતો પત્ર

વધુમાં તેમણે વડાપ્રધાન મોદીને પોતાનું સમર્થન આપ્યું છે. આ સાથે સાથે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન વચ્ચે પીએમ મોદીને સમર્થન આપતા પત્રમાં લખ્યું કે, ‘કેસરી-ભગવો રંગએ આપણા ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આપણા સૌના હદયમાં પણ ભગવો બિરાજમાન છે. મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે મારો ક્ષત્રિય સમાજ નાની- મોટી ભૂલોને ભૂલીને આ કેસરી રંગની રક્ષા માટે, પોતાના વિસ્તારમાંથી કમળને ચૂંટીને આ દેશ માટે તેનું ઋણ અદા કરશે. માન. નરેન્દ્રભાઈ મોદીનું સમર્થન કરી આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ.’

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ભારે વિવાદ

નોંધનીય છે કે, અત્યારે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ભારે વિવાદ મચી ગયો છે. રાજ્યમાં અત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ સાથે વડાપ્રધાન મોદીએ પણ રાહુલ ગાંધીને નિવેદન બાબતે રોષ ઠાલવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના શહેજાદાનું આ નિવેદન સમજી વિચારીને વોટ બેંક માટે અને તૃષ્ટિકરણની રાજનીતિ માટે આપવામાં આવેલું બયાન છે.’

આ પણ વાંચો: Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Rahul અને Priyanka Gandhi ને લીધા આડે હાથ, કહી આ વાત!

આ પણ વાંચો: ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?

Tags :
Advertisement

.

×