Home » રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12-13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12-13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
126
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (President Draupadi Murmu) આગામી 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાને સંબોધન કરશે તથા ગુજરાતની E – Assembly નું લોકાર્પણ પણ કરશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને ગુજરાત વિધાનસભા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેના ભાગરુપે 12 અને 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજભવનથી આયુષ્યમાન ભવ નામની એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું.
વિધાનસભાનું 3 દિવસનું સત્ર
રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવાનું આહ્વવાહન કર્યું છે. ત્રણ દિવસના આ સત્રમાં વિધાનસભામાં 2 વિધેયક રજૂ કરાશે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોમન યુનિવર્સિટી બિલ અને મેડિકલ યુનિવર્સિટીનું બિલ વિધાનસભામાં રજૂ કરાશે.
રાષ્ટ્રપતિ બીજી વાર સંબોધિત કરશે
ઉલ્લેખનિય છે તે બીજી વાર દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધિત કરાશે. અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject