RAJKOT : જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા, ત્રણ લોકોના મોત
રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં (Jetpur)ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી.
જુના 6 મકાનો ધરાશયી
અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાય થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 3 વ્યક્તિઓ અંદર હોવાની વિગતો મળી રહી છે. પાંચ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
8 વ્યક્તિઓ દબાયા હતા
સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક નાની બાળકીનું મોત થયું છે. હજુ પણ કાટમાળ નીચે બે કે 8 વ્યક્તિ દટાયેલ હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને સ્થાનિક નાગરિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છે.
આપણ વાંચો- ગુજરાતના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ,જાણો શું છે આગાહી
કૂવામાં પડી ગયેલા બોલને લેવા જતાં યુવક ડૂબ્યો
શહેરના માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાથી મોત થયું છે.બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ કિશોરનો મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક બાળક વાડીમાં ક્રિકેટ રમતો હતો દરમિયાન બોલ કુવામાં પડી જતા કાઢવા પડ્યો હતો જો કે આ સાહસ તેના પર ભારે પડ્યું અને ડૂબી જવાથી તેનું મોત નિપજયું. શ્રમિક પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે. કુવામાં પડી ગયેલા 16 કિશોરની ઓળખ વિજય બકાભાઈ રાઠવા તરીકે થઇ છે. કિશોરના પરિવારના સભ્યો નજીકની વાડીમાં મજુરી કામ અર્થે ગયા હતા. દરમિયાન સમાચાર મળતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
આપણ વાંચો-CA FINAL RESULT DECLARED અમદાવાદનો વિદ્યાર્થી AKSHAY JAIN ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


