Download Apps
Home » RAJKOT : રાવકી ગામે નિર્માણાધિન રોડમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો, વાંચો અહેવાલ

RAJKOT : રાવકી ગામે નિર્માણાધિન રોડમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો, વાંચો અહેવાલ

અહેવાલ – રહીમ લખાણી, રાજકોટ
હાઇકોર્ટ કે સરકાર ભલે ધમપછાડા કરે પણ કોન્ટ્રાકટર અને અધિકારીઓ સુધરવાના નથી જ.  રાજકોટના રાવકી ગામે નિર્માણાધિન રોડમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો, ભ્રષ્ટાચારને લઈને રાવકી ગ્રામજનો દ્વારા કોન્ટ્રાકટર અને અધિકારી સાથે  ઉગ્ર બોલાચાલી કરી કામ બંધ કરાવ્યું.
પહેલા જુઓ આ લોધીકા રાવકી પાસે બની રહેલા રોડમાં શું જોવા મળી રહ્યું છે. પ્રથમ કોંક્રિટની લહેર જેમાં કોંક્રિટ જોવા મળે છે પણ ડામર ઉપરથી છંટકાવ  કરી ધૂળ નાખી ભ્રષ્ટાચાર છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા હાથેથી કોંક્રિટ કાઢવામાં આવ્યો પણ આહી ડામર જોવા નથી મળતો, ઉપરથી ધૂળ પણ ઉખડી રહી છે.
કહેવાય છે ડામર પાણી અને ધૂળ હોય તો સાફ કરી ત્યાં ડામરનો છંટકાવ કરી બાદમાં ડામર વાળી કોંક્રિટ નાખવાની હોય છે પણ અહી એવું કશું જ  જોવા નથી  મળી રહ્યું. પ્રથમ લહેર ૭૫ MM ની હોય પણ હાથ આ પ્રથમ લહેરને ગ્રામજનો ઉખેડી રહ્યા છે. સ્પષ્ટ ભ્રષ્ટાચાર અહી જ જોઈ શકાય છે.  ડામર જો હાથથી ઉખડી જતો હોય તો વરસાદ વરસે તો સ્પષ્ટ પણે કહી શકાય કે  આ રોડમાં ખાડા પડવાના અને પડવાના જ છે.  કારણકે અહીંથી ભારે વાહનો પસાર થાય છે પણ રોડનો આ ભ્રષ્ટાચાર જોતા ચોમાસા પહેલા રોડ તૂટી જાય તેવી સંભાવના છે.
જોકે આ  ભ્રષ્ટાચારને લઇ ગ્રામજનો દ્વારા જ્યાં રોડનું કામ ચાલુ હતું ત્યાં પહોંચ્યા અને રોડમાં ગેરરીતિને લઇને રજૂઆત કરી હતી.  જોકે પહેલા કોન્ટ્રાક્ટ કમેરો બંધ જોઈને કહ્યું કે થાય તે કરી લેજો, પણ જ્યારે કેમેરો શરૂ થયો ત્યારે કોન્ટ્રાકટરની બોલતી બંધ થઈ ગઈ હતી. બાદમાં ગ્રામજનો ઉગ્ર થતા સેમ્પલ લઈ લેવાની વાતો કરવા લાગ્યા હતા.
બાદમાં તેમણે કહ્યું હું સુપરવાઈઝર છુ અને નિયમ મુજબ અહી કામ થાય છે. સરકારી અધિકારી છે પૂછી લો, પણ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તેની પાસે પહોંચ્યું અને સવાલો કર્યા ત્યારે અધિકારી પણ પહેલા આ ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે બધુ જ નિયમ મુજબ થઈ રહ્યું છે.
પરંતુ ત્યાર બાદ  ગુજરાત ફર્સ્ટ એ પણ પોતાની જવાબદારી નિભાવી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ જે કબુલાત કરી છે, જે જગ્યા ઉપર ખરાબ રોડ થયો છે તે નવેસરથી બનાવી અને ત્યારબાદ જ વ્યવસ્થિત રોડ બનાવવામાં આવશે. જો રોડ બનાવવામાં નહીં આવે તો કામ સંપૂર્ણ બંધ કરાવવા માટે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત હતી જોકે ગુજરાત ફર્સ્ટે અધિકારી અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી બની અને કામ છે શરૂ કરાવ્યું છે.

આ પણ વાંચો — SOU : PM MODI આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે

દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર