Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Game Zone Tragedy: એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં કાલે કાળજું કંપાવતી ઘટના બની હતી. ગેમઝોનમાં લાગેલી આગમાં 32 લોકો જીવતા ભરથું થયા છે. નોંધનીય છે કે, આ મૃતદેહની ઓળખ કરવી ઘણી જ મુશ્કેલી આવી રહીં છે. કારણે કે, લોકોએ એ રીતે આગમાં દાઝ્યા...
rajkot game zone tragedy  એર એમ્બ્યુલન્સ મારફતે dna ગાંધીનગર મોકલવામાં આવ્યા  48 કલાક બાદ આવશે રિપોર્ટ
Advertisement

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં કાલે કાળજું કંપાવતી ઘટના બની હતી. ગેમઝોનમાં લાગેલી આગમાં 32 લોકો જીવતા ભરથું થયા છે. નોંધનીય છે કે, આ મૃતદેહની ઓળખ કરવી ઘણી જ મુશ્કેલી આવી રહીં છે. કારણે કે, લોકોએ એ રીતે આગમાં દાઝ્યા છે કે, તેમને કોઈ પણ રીતે ઓળખી શકાય તેમ નથી. શરીરમાં થોડી પણ ચામડી રહીં નથી. બધું જ બળીને ખાક થઈ ગયું છે. જેથી આ મૃતકોની આળખ કરવા માટે DNA ટેસ્ટ કરવો પડશે, તો જ ખબર પડશે કે, આ લાશ કોની છે.

AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા

મળતી જાણકારી પ્રમાણે સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતો. નોંધનીય છે કે, ડીએનએની તપાસ કર્યા બાદ તેનો 48 કલાક બાદ રિપોર્ટ આવશે. અત્યારે 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. એવી માહિત છે કે, બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી આવ્યા નથી. નોંધનીય છે કે, AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. આ સાથે અન્ય 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

Advertisement

PM પહેલા DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવશે

રાજકોટ હોસ્પિટલ 27થી વધુ મૃતદેહ લઈ જવાવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પી.એમ. પહેલા DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવશે. અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની લાઈન લાગી છે. આ સાથે DNA માટે જેના પરિવારના સભ્યો મિસિંગ છે તેમના પણ સેમ્પલ લેવામાં આવશે જેથી મૃતકની ઓળખ થઈ શકે. મળતી જાણકારી પ્રમાણે મોટા ભાગના મૃતકો ગોંડલના હોવાની ચર્ચા છે. એટલું જ નહીં પરંતુ 31 પરિવારે પોતાના સંતાનનો કોઈ પત્તો ન હોવાનું જણાવ્યું છે. આ ઘટનામાં 10થી વધુ પોલીસની ટીમ ઘટનાના પંચનામામાં જોડાઈ છે. આ હત્યાકાંડમાં મૃત્યુઆંક 50થી વધુ થાય તેવી સંભાવનાઓ છે.

Advertisement

દુર્ઘટનામાં ભડથું થયેલા મૃતકોના પરિવારજનોનું હૈયાફાટ રૂદન

નોંધનીય છે કે, રાજકોટની આ દુર્ઘટનામાં ભડથું થયેલા લોકોના પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. કારણે કે, પરિવારજનોને પોતાના સ્વજનોનો છેલ્લીવાર ચહેરો પણ જોઈ શકે તેમ નથી. કારણ કે, મૃતકોના એક પણ અંગની ઓળખ થઈ શકે તેમ નથી. રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. સરકાર દ્વારા કડક આદેશ પર કરવામાં આવ્યા છે કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આવા આદેશથી શું થવાનું છે? આ પહેલા પણ અનેક ઘટનાઓ બની છે અને તેના આરોપીઓ સામે કેવી કાર્યવાહી થઈ છે? આ પણ એક સવાલ છે.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Tags :
Advertisement

.

×