Download Apps
Home » સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 7 દિવસને બદલે 15 દિવસનું ઉનાળુ વેકેશન

સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 7 દિવસને બદલે 15 દિવસનું ઉનાળુ વેકેશન

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક દિવસેને દિવસે ફિકી થઈ રહી છે સતત માલનો ભરાવો અને આગળ વેચાણ ન હોવાને કારણે હાલ ઉધોગપતિઓ પરેશાન છે. હીરા ઉદ્યોગ આજ કાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કારખાના માલિકો દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ વેકેશન 15 દિવસ સુધીનું આપવામાં આવ્યું છે પણ નાના એકમોમાં આ વેકેશન લંબાઇ તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે આ ઉદ્યોગની ચમક ટૂંક સમયમાં પાછી આવે તેવી આશા સાથે ઉદ્યોગમાં વેકેશન હોવાને લઈને કારીગરોને એક બાજુ છૂટા તો બીજી બાજુ રજા નો પગાર પણ કાપવામાં આવી રહ્યો છે જેને લઇને કારીગરોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખાવામાં આવે છે કારણ કે દેશમાં બનતા ડાયમંડના 90% ડાયમંડ કટ અને પોલિસીંગ નું કામ સુરતમાં થાય છે પણ આ ઉદ્યોગને જાણે મદીનું ગ્રહણ લાગ્યું છે. આમ તો દર વર્ષે ઉનાળુ વેકેશન 7 દિવસનું રાખવામાં આવે છે. પરંતુ મંદી ને કારણે આ વખતે વેકેશન 15 દિવસનું જાહેર કરાયું છે. જોકે નાના કારખાનાઓ પંદર દિવસ કરતાં વધુ રજા પાડે તેવી શક્યતાઓ છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે.

નાના કારખાનાઓ પાસે જોબ વર્ક કરતા હોવાને લઈને રફ મટીરીયલ નથી. ત્યારે મોટા કારખાના પાસે રફ મટીરીયલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાને કારણે કામકાજ બંધ કરવામાં આવ્યું છે. એક બાજુ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને રશિયાના રફ ડાયમંડ આવવના બંધ થયા છે, ત્યારે બીજી બાજુ અમેરિકા અને ચાઇનાના સંબંધોના વિવાદને લઈને ગ્રાહકી જોવા મળી રહી નથી. ત્યારે આ ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગનો વિકાસ શરૂ થયો છે. જેને લઈને નેચરલ ડાયમંડ ના વેપાર પર મોટી અસર જોવા મળી રહી છે. વેપારીઓ પાસે રહેલો મોટા પ્રમાણનો સ્ટોક અને ડાયમંડ નથી આવતા. જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આ વેકેશન લંબાય તેવી શક્યતાઓ છે જોકે ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી આવતાની સાથે જ ફરી એકવાર લેવાની નીકળતા આ ડાયમંડ ઉદ્યોગ ટૂંક સમયમાં ધમધમતો થાય તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે


જોકે નાના કારખાનાઓએ તો બે દિવસ પહેલાથી જ રજાઓ જાહેર કરી દીધી છે અને કારીગરો વતન તરફ રવાના થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ કેટલાક કારખાનામાંથી તો કારીગરોને હાલ પૂરતી રજા આપી દેવામાં આવી છે. જે વેકેશન આપવમાં આવ્યું છે તે વેકેશનનો પગાર પણ આપવાની તૈયારી કારખાનાના માલિકો દ્વારા બતાવવામાં નથી આવી. જેને લઇને હીરા ઘસવાનું કામ કરતા કારીગરોની હાલત કડોડી બની છે મોટા એકમોમાં રજા તો આપવામાં આવી છે પણ રજા પગાર નહીં આપવાને લઈને પણ કારીગરોની હાલત બદ થી બદતર બની રહી છે. ત્યારે કારીગરો હાલ પોતાના વતન તરફ ઉપડ્યા છે કારણ કે આગામી દિવસમાં ચોમાસું આવતું હોવાને લઈને પોતાના વતનમાં રહેલી ખેતીનું કામ કરી શકાય જો કે ડાયમંડ ઉદ્યોગની ચમક જ આ રત્ન કલાકારો છે જ્યારે રત્ન કલાકારોની ચમક અત્યારે ઉડી ગઈ હોય તેવા નજારા જોવા મળે છે.

દરરોજ બે થી પાંચ રત્ન કલાકારો પોતાની ફરિયાદ લઈ એસોસિએશન પાસે પહોંચી રહ્યા છે

જોકે રત્ના કલાકારોને લઈને કામ કરતી સંસ્થાઓ પણ હવે રત્ન કલાકારોની જે પ્રકારે નોકરીઓ જઈ રહી છે તેને લઈને તેઓ પણ ચિંતામાં મુકાયા છે દરરોજ બે થી પાંચ રત્ન કલાકારો પોતાની ફરિયાદ લઈ એસોસિએશન પાસે પહોંચી રહ્યા છે ત્યારે એસોસિયેશનના આગેવાનો પણ આ મામલે ડાયમંડ એસોસિયેશન અને કારખાનાના માલિકો સાથે વાત કરી રહ્યા છે. સુરત આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે અને ડાયમંડ ઉપયોગને લઈને સુરતની ચમક દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ચમકના ઉપયોગમાં જે રીતે મંદીનું ગ્રહણ લાગ્યું છે ત્યારે આગામી દિવસમાં આ ચમકતો ઉદ્યોગ ફરી એક વાર ચમકે છે કે મંદિરના કાળા ગ્રહણમાં ખોવાઈ જશે તે આવનારો સમય બતાવશે

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!