Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં દિકરીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમોની હવે ખેર નથી..

Rape : રાજ્યમાં નાની દિકરીઓ સાથે દુષ્કર્મ (rape) કરનારા નરાધમોની હવે ખેર નથી તેવો સ્પષ્ટ સંદેશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપી હતી કે દુષ્કર્મના પોસ્કોના...
gujarat માં દિકરીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમોની હવે ખેર નથી
Advertisement

Rape : રાજ્યમાં નાની દિકરીઓ સાથે દુષ્કર્મ (rape) કરનારા નરાધમોની હવે ખેર નથી તેવો સ્પષ્ટ સંદેશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કેબિનેટ બેઠક બાદ ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપી હતી કે દુષ્કર્મના પોસ્કોના ગંભીર ગુનાઓમાં છેલ્લા 8 દિવસમાં 5 ગુનાઓમાં 6 આરોપીઓને ગંભીર સજા કરાઇ છે. રાજ્યના પોલીસ તંત્રએ કાયદા વિભાગની સાથે મળીને દુષ્કર્મીઓ સામે કડક કાર્યવાહી કરી છે.

6 આરોપીને ગંભીર સજા કરાઇ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં નાની દિકરીઓ પર થતાં દુષ્કર્મ અને આ પ્રકારના કેસોમાં કોર્ટમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે કાયદા વિભાગ સાથે મળી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 દિવસમાં 5 ગુનામાં 6 રેપીસ્ટને 20 વર્ષની ગંભીર સજા આપવામાં આવી છે. તેમણે માહિતી આપી કે સુરતના 1 ગુનામાં, વડોદરાના 1 ગુનામાં તથા અમદાવાદના 1 ગુનામાં અને 2 કચ્છ જિલ્લાના 2 ગુનામાં 6 આરોપીને ગંભીર સજા કરાઇ છે અને આ કાર્યવાહીમાં 5 પરિવારોને ન્યાય મળ્યા છે.

Advertisement

જૂના ગુનામાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરાશે

હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે પોસ્કો કેસમાં ગુજરાત પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ કરી પેરવી અધિકારી મુકવાના કારણે અને કાયદા વિભાગના સહયોગથી આ પ્રકારના ગુનાઓમાં આરોપીને સજા અપાઇ છે. પોલીસે રાત દિવસ એક કરીને ચાર્જશીટ કરી છે. એક કેસમાં તો 10 દિવસમાં તો એક ગુનામાં માત્ર 37 દિવસમાં ચાર્જશીટ કરાઇ છે. તેમણે એમ પણ કહ્યું કે જૂના ગુનામાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરાશે અને નવા ગુનામાં પણ આ પ્રકારનું ફોલોઅપ ચાલું છે.

Advertisement

દુષ્કર્મ પીડિત 5 પરિવારોને ન્યાય મળ્યો

તેમણે કહ્યું કે ઝડપી કાર્યવાહીના કારણે દુષ્કર્મ પીડિત 5 પરિવારોને ન્યાય મળ્યો છે અને 6 જેટલા ગુનેગારોને જેલમાં બંધ કરી દેવાયા છે. આ પ્રકારના કેસ માટે પેરવી અધિકારી રાખ્યા હતા તેમ હર્ષભાઈએ કહ્યું હતું.

આ પણ વાંચો---- Rajkot Gamezone Fire : ACB સમક્ષ સાગઠિયાની GameZone ને લઈ ચોંકાવનારી કબૂલાત!

Tags :
Advertisement

.

×