અહેવાલઃ ઉદય જાદવ, સુરત
જે ઉમરમાં બાળકો રમકડા સાથે રમતા હોય છે તે ઉમરમાં એક બાળકે અનોખો વર્લ્ડ રેકોર્ડ કરી દીધો છે. બારડોલીના રહેવાસી ૭ વર્ષીય નીલાંશ દેસાઈએ અમેરિકાના લાસ વેગાસમાં સ્વિમિંગ કરતાં કરતાં ક્યુબિક સોલ્વ કરી ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે.
મૂળ સુરતના બારડોલી ના રહેવાશી અને હાલ USA ખાતે રહેતા નિલાંશ દેસાઇએ આમતો ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ કર્યા છે અને હાલમાં તેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરી પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનીત અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માનસી દેસાઇ અને નીલય દેસાઇ ના સુપુત્ર નિલાંશ દેસાઇ એ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એ રેકોર્ડ ભારતમાં નહીં આ રેકોર્ડ USA (અમેરિકા) માં લાસ વેગાસ માં કર્યો છે. આ સમગ્ર દેશ માટે ખુબજ ગર્વની વાત છે. એક સાત વર્ષીય નાનકડા બાળકે વિદેશની ધરતી પર જઈ ફાસટેસ્ટ ક્યુબ પાણીની અંદર સ્વિમિંગ કરતાં કરતાં માત્ર ૫૩ સેકન્ડમાં સોલ્વ કર્યું છે. અને આવું કરનાર નિલાંશ દેસાઇ દુનિયાનો પ્રથમ બાળક બન્યો છે. જેણે આપણો ત્રિરંગો બીજા દેશમાં લહેરાવી આપણાં દેશ અને આપણાં રાજ્ય નું નામ રોશન કર્યું છે.
એમની માતા માનસી દેસાઇ અને રેકોર્ડ કોચ શુભમ તિવારી ના જણાવ્યા મુજબ અગાઉ આવો કોઈ રેકોર્ડ નથી. નિલાંશને ક્યુબ સોલ્વ કરવાની ટ્રેનીંગ બ્રેનો-બ્રેન એકેડમીના વિજય સોલંકી એ આપી છે. અને નિલાંશની સ્વિમિંગની પ્રેકટીશ બારડોલીના સ્વામી વિવેકાનંદ તરણ કુંડ (સ્વિમિંગ પુલ) માં થઈ છે જેમાં નિસર્ગ મહેતાનો પણ સહયોગ અને પ્રોત્સાહન મળ્યું છે. નિલાંશ દેસાઇએ અત્યાર સુધી ૫ વર્લ્ડ રેકોર્ડ અને ૧ ઈન્ડિયા બુક રેકોર્ડ તેમજ ૧ ગુજરાત બુક રેકોર્ડ પોતાના નામે કર્યું છે.
ઉલ્લેખનીય છે કે જે ઉમરમાં બાળકો રમકડા સાથે રમતા હોય છે તે ઉમરમાં ૭ વર્ષીય નીલાંશ દેસાઈએ રેકોર્ડ કરી પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તેની આ સિદ્ધિ બદલ માતા પિતામાં ગર્વની લાગણી જોવા મળી હતી.