Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PRO ના પુત્રની કાર અકસ્માતમાં મોત, અન્ય બે યુવકો સારવાર હેઠળ

વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતના પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ગતમોડી રાત્રીના CMના PROના પુત્ર અન્ય યુવકો સાથે કાર લઇને ભરૂચથી ગાંધીનગર જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના pro ના પુત્રની કાર અકસ્માતમાં મોત  અન્ય બે યુવકો સારવાર હેઠળ
Advertisement

વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતના પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ગતમોડી રાત્રીના CMના PROના પુત્ર અન્ય યુવકો સાથે કાર લઇને ભરૂચથી ગાંધીનગર જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે નેશનલ હાઇવે પર CM ના PRO ના પુત્રની કારને અજાણ્યા વાહને ટક્કર મારતા પુત્રનું અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગત મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PRO ના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવ સહિત 3 યુવાનો કાર લઇને ભરૂચથી નોકરી પરથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે તેઓેએ કાર હાઇવેની સાઈડ પર ઉભી રાખી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે કાર સાથે ટક્કર મારી અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો.

Advertisement

Advertisement

અકસ્માતમાં CM ના PRO ના પુત્ર વશિષ્ઠ ઉદયભાઇ વૈષ્ણવનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા કરજણ પોલીસે મૃતક વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી દવાખાનામાં ખસેડ્યો હતો. જયારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કરજણ સરકારી હોસ્પિટલ ખાતેથી ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતેથી આજે સાંજે 5.30 કલાકે મૃતક વશિષ્ઠની અંતિમ યાત્રા નિકળશે અને સેકટર-30 ના મુકિતધામ ખાતે તેમનો અતિમ સંસ્કાર કરવામાં આવશે. અકસ્માતમાં યુવાન પુત્રને ગુમાવતા પરિવારજનો શોકમગ્ન બન્યો છે.

અહેવાલ : વિજય માલી, વડોદરા

આ પણ વાંચો : અંગ દઝાડતી ગરમી, અમદાવાદમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું

Tags :
Advertisement

.

×