અહેવાલ – સચિન કડિયા
ગાંધીનગર જિલ્લા અને તેની આસપાસમાં પણ અવાર-નવાર હવે લૂંટ, ચેન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગાંધીનગરના એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ ખાસ સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી છે. ગાંધીનગરમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવે તે માટે ખાસ આ સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. ખાસ મિલકત સંબંધી ગુનાઓને ડામવા અને રોકવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં ગાંધીનગરમાં 7 પોલીસ મથકમાં 5 પોલીસકર્મીઓની એક ખાસ ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નીચે તૈયાર કરી અને સતત પેટ્રોલિંગ કરશે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે એલર્ટ મોડમાં રેહશે.
ઘરફોડ ચોરી અને બાઇકો પર થતા સ્ટંટથી ચેઇન સ્નેચિંગ અને બનતા ગુના માટે સતત LCB 1 અને LCB 2 ની ટીમ નીચેના પોલીસ કર્મીઓ સતત મોનીટરીંગ અને એલર્ટ રહેશે. સતત જિલ્લાના CCTV કેમેરાની મદદથી જિલ્લામાં ઉભા રહેતા લોકલ વિસ્તારમાં બાઇક અને ઉભી રહેતી ગેંગ પર પણ ખાસ નજર રાખવામાં આવશે. સાથે સાથે CCTV મોનીટરીંગથી આવા બાઇક લઇ ભાગતા ગુનેગારોને પકડવા સતત CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. આ આખી ટીમ દરરોજનો એક રિપોર્ટ ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીને આપશે અને તે પ્રમાણે ટીમને માર્ગદર્શન અને ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે સતત પ્લાનિંગથી કામ કરવામાં આવશે.
આખી જે સ્પેશિયલ સ્કોવડ બનાવવામાં આવી છે તેમાં LCB 1 અને LCB 2 ના PI અને PSI ને સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે હવે ગાંધીનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા અને ખાસ નાવરાત્રી અને દિવાળીના સમયમાં ચેન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીના બનાવો માટે હવે ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટીની રચના સ્પેશિયલ સ્ક્વોડ હવે એક્ટિવ અને કાર્યરત રહેશે. સતત CCTV ની બાજ નજર પર કામ કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે