Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

Surat: સુરતમાં એક જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં બાળકના મોતનો બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સુરતમાં બાંધકામ સાઇટ પાણી ભરાયેલ તળાવમાં ડુબવાથી બાળકનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે તે બાળકનું નામ આકાશ છે. 13 વર્ષનો આ આકાશ...
surat  13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત  પરિવારમાં શોકનો માહોલ
Advertisement

Surat: સુરતમાં એક જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં બાળકના મોતનો બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સુરતમાં બાંધકામ સાઇટ પાણી ભરાયેલ તળાવમાં ડુબવાથી બાળકનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે તે બાળકનું નામ આકાશ છે. 13 વર્ષનો આ આકાશ 9માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ તળાવમાં ડૂબી જવાથી 12 થી 13 વર્ષના બાળકનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે એક શ્રમિક પરિવારનું બાળક તળાવમાં ન્હાવા પડ્યો હતો પરંતુ આ દરમિયાન તેનું ડૂબવાથી મોત થઈ ગયું હતું.

સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું

નોંધનીય છે કે, સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે પાણીમાં ડૂબેલ બાળકને બહાર કાઢ્યો હતો. પરંતુ બાળકની હાલત ગંભીર હોવાથી 108ને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 13 વર્ષીય આકાશને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, સુરત શહેરના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ ઘટના બની હતી.

Advertisement

CPR દ્વારા ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ...

આકાશને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ ફાયરના જવાનોએ બાળકને CPR અને મોઢેથી શ્વાસ આપી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કઈ સારવાર ન થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબી બાળકને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. 13 વર્ષીય આકાશની માતા પણ પોતાના દીકરાના મોતથી આક્રંદ કરી રહી છે.

Advertisement

તળાબમાં ડૂબી જવાથી આકાશને મોતને ભેટવું પડ્યું

તમને જણાવી દઈએ કે, માતા-પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. મળતી વિગતો પ્રમાણે ઘરેથી કહ્યા વગર બાળકો ખુલ્લા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ તળાવમાં ચાર બાળકો સાથે આ બાળક પર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં નાહવા માટે આવ્યો હતો. પરંતુ તળાબમાં ડૂબી જવાથી તેને મોતને ભેટવું પડ્યું. નોંધનીય છે કે, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં વચ્ચે જ એક પાણી ભરેલું તળાવ આવેલું છે. જેમાં આ બાળકો ન્હાવા માટે ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabad: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

આ પણ વાંચો: Surat : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનારા મૌલવીની તપાસમાં મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચો: Vapi GIDC Murder Case: મામાએ જ કરી હતી પોતાના ભાણેજની હત્યા, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Tags :
Advertisement

.

×