Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત : મારા રૂપિયા ક્યારે આપવાના છે કહી મિત્રએ જ મિત્રને માર્યો ઢોર માર, અંતે સારવાર દરમિયાન થયું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા સાત જેટલા ઈસમો કાપડ દલાલને ઢોર માર મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાપડ દલાલને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ વાતની જાણ પોલીસને કરવમાં આવી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી...
સુરત   મારા રૂપિયા ક્યારે આપવાના છે કહી મિત્રએ જ મિત્રને માર્યો ઢોર માર  અંતે સારવાર દરમિયાન થયું મોત
Advertisement

સુરતના પાંડેસરા વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા સાત જેટલા ઈસમો કાપડ દલાલને ઢોર માર મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાપડ દલાલને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ વાતની જાણ પોલીસને કરવમાં આવી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી. તે બાદ પાંડેસરા પોલીસે મારામારીની ઘટનામાં પાંચ જેટલા આરોપીને ઝડપી પાડયા હતા અને જેલ હવાલે કર્યા હતા .જ્યારે ટૂંકી સારવાર દરમ્યાન ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત થતા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, સુરતમાં હત્યાના ગુના સતત વધી રહ્યા છે ત્યારે તેવી જ એક ઘટના ફરી સુરતથી સામે આવી છે. પઠાણી ઉઘરાણીમાં કાપડ દલાલલે પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના પાંડેસરામાં કાપડ દલાલને સાત જેટલા ઈસમોએ ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું.15 દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઘર પાસે જ ઢોર માર મારવામાં આવ્યો હતો. તે બાદ દલાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કાપડ દલાલનું મોત નિપજ્યું છે.

Advertisement

Advertisement

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. બીજી તરફ પોલીસે આ ગુનામાં ગત 26 મેના રોજ મારા મારીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા હતા. ત્યારે યુવકનું મોત થતા આ કેસમાં હત્યાનો ગુનો ઉમેર્યો હતો.

તમને જણાવી દઈએ કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગ્રવાલ કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારે પંદર દિવસ પહેલા રૂપિયાની લેતી દેતીમાં સોનુ અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઉઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના સાત મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી નાસી છુટ્યા હતા. જેથી પંકજને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ પંદર દિવસની લાંબી સારવાર બાદ પંકજનું મોત થયું છે.

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : વડોદરાના દર્શનાર્થીઓને બિહારમાં નડ્યો અકસ્માત, એકનું મોત, બસ ચાલક ફરાર

Tags :
Advertisement

.

×