Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : સી આર પાટીલે માતા સબરી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

સુરતના મોસાલી ખાતે માતા સબરી યાત્રાનું આયોજન કરાયું. જલેબી હનુમાન મંદિર સમિતિ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યોજાયેલ માતા સબરી યાત્રામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા,ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં...
surat   સી આર પાટીલે માતા સબરી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

સુરતના મોસાલી ખાતે માતા સબરી યાત્રાનું આયોજન કરાયું. જલેબી હનુમાન મંદિર સમિતિ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યોજાયેલ માતા સબરી યાત્રામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા,ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય માતા સબરી યાત્રાનું આયોજન

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. રામ લલ્લના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ત્યારે સુરતના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય માતા સબરી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોડાયા

યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ જોડાયા હતા અને પાટીલે લીલી ઝંડી આપી માતા સબરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જલેબી હનુમાન મંદિર સમિતિ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મોસાલી સ્થિત સુપ્રસિધ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા હતા અને જલેબી હનુમાન દાદાના દર્શન કર્યા હતા.

બાદમાં મોસાલી ચાર રસ્તાથી જલેબી હનુમાન દાદા મંદિર સુધી માતા સબરી યાત્રા યોજવામાં આવી હતી. ડીજેના તાલ સાથે ભવ્ય યાત્રા નીકળી હતી ત્યારે યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને માતા સબરી યાત્રા રામ ભક્તોના જય શ્રી રામના નાદ થી ગુંજી ઉઠી હતી.

Advertisement

'ભારતમાં રહેતા તમામ લોકો રામમય બની ગયા છે' - સી આર પાટીલ 

કાર્યક્રમમાં હાજર રહેલા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સભા પણ સંબોધી હતી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું હતું.  પાટીલે જણાવ્યું હતું કે, ભારતમાં રહેતા તમામ લોકો રામમય બની ગયા છે. રામ જન્મ ભૂમિ પર મંદિર બને તે સ્વપ્ન સાકાર થયું છે,રામનું નામ લેતા ભાગલા પાડનારા લોકો માટે આ જવાબ છે.

એક પણ કાકરી ચાળો કર્યા વગર સૌને સાથે રાખીને મોદી સાહેબે મંદિર નિર્માણ કર્યું એ ઐતિહાસિક છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણ થયું છે. આ એક મંદિર નિર્માણના કારણે આખો  દેશ એક થયો છે. જે અંદર અંદર જાતિવાદ, ભાષાવાદ,ભાગલા પાડી રાજ કરનારી પાર્ટીઓ માટે આ દાખલો છે.

જે લોકો ભેગા થઈને રામ મંદિરનો વિરોધ કરતા હતા તેવા લોકોનો હવે વિરોધ થઈ રહ્યો છે. જે લોકો કાર સેવામાં ગયા હતા તે લોકો જીવન ધન્ય થઇ ગયું છે. દરેક લોકસભામાંથી એક ટ્રેન અયોધ્યા મોકલવાના છે. એક મંદિરનું નિર્માણ બધાને એક કરે એક ઐતિહાસિક ઘટના છે.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો -- Coast Guard : મધદરિયે જહાજમાં દર્દીને સારવાર આપતી ભારતીય કોસ્ટ ગાર્ડની બોર્ડિંગ ટીમ

Tags :
Advertisement

.