Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : અનૈતિક સંબંધોનો આવ્યો કરુણ અંત, પતિને રસ્તામાંથી હટાવવા કરી હત્યા

SURAT શહેરમાં હત્યા,લૂંટ, ચોરી જેવી ઘટનાઓ જાને દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં SURAT શહેરમાં હત્યાની છ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત,વરાછા,ખટોદરા,મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી...
surat   અનૈતિક સંબંધોનો આવ્યો કરુણ અંત  પતિને રસ્તામાંથી હટાવવા કરી હત્યા
Advertisement

SURAT શહેરમાં હત્યા,લૂંટ, ચોરી જેવી ઘટનાઓ જાને દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં SURAT શહેરમાં હત્યાની છ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત,વરાછા,ખટોદરા,મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. જેમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

વહેલી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

મહિધરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલી સુરત રેલવે પાર્સલ ઓફિસ નજીકથી વહેલી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ મેળવવા માટે મહિધરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું પગેરૂ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ શેરૂ ભવાની સિંઘ યાદવ તરીકે સામે આવ્યું હતું.જે યુવક સુરતના ભરથાણા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Advertisement

અનૈતિક સંબંધોનો આવ્યો કરુણ અંત

મહિધરપુરા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 37 વર્ષીય શેરૂ ભવાની સિંઘ યાદવની પત્ની મમતા યાદવનો રામુ યાદવ નામના યુવક જોડે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો.જે મામલે બંને પતિ-પત્ની વચ્ચે માથાકૂટ અને ઝઘડો ચાલી આવ્યો હતો.પ્રેમી રામુ યાદવ અને પ્રેમિકા મમતા યાદવે પોતાના પતિનો કાંટો કાઢી નાંખવા હત્યા નો પ્લાન બનાવ્યો હતો.જ્યાં ગત રોજ પતિ શેરૂ ભવાનીસિંહ યાદવને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે બાદ હત્યારા પ્રેમી-પ્રેમીકાએ ઘટના પર પડદો પાડવા માટે રેલ્વે સ્ટેશન નજીક આવેલી પાર્સલ ઓફિસ પાસે લાશને ફેંકી ફરાર થઈ ગયા હતા.. આમ હત્યાની ઘટનામાં સંડોવાયેલા બંને પ્રેમી પ્રેમિકાને મહિધરપુરા પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

SURAT ના મહિધરપુરા વિસ્તારમાં બનેલી હત્યા ની આ ઘટનામાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં બંને પ્રેમી અને પ્રેમિકાએ પોતાની વચ્ચે રહેલા પતિનો કાંટો કાઢી નાંખવા હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ કહેવત છે કે અનૈતિક સંબંધોનો અંજામ હંમેશા કરુણ જ આવે છે.. જેનો દાખલો આ ઘટના ઉપરથી સામે આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad Iconic Civic Center: અદ્યતન યંત્રો અને ટેક્નોલોજીથી તૈયાર કરાશે શહેર પ્રથમ વર્ચ્યુઅલ સિવિક સેન્ટર

Tags :
Advertisement

.

×