Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ થઈ દોડતી

SURAT : સુરતના ( SURAT ) ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર આવેલ અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા દોડતી થયેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના ગળા અને શરીરના અન્ય...
surat   ડીંડોલી  કડોદરા કેનાલ રોડ ઉપર અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ થઈ દોડતી
Advertisement

SURAT : સુરતના ( SURAT ) ડીંડોલી -કડોદરા કેનાલ રોડ ઉપર આવેલ અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા દોડતી થયેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના ગળા અને શરીરના અન્ય ભાગો પર તીક્ષણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.જ્યાં મૃતકની ઓળખ મેળવવાની સાથે હત્યારાઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસે તજવીજ હાથ ધરી છે.

Advertisement

સુરત ( SURAT ) શહેરમાં હત્યાઓનો સિલસિલો હજી પણ યથાવત છે. છેલ્લા એક મહિનાની અંદર સુરત ( SURAT ) શહેરની અંદર ઉપરા- છાપરી હત્યાની નવ જેટલી ઘટનાઓ હમણાં સુધી પ્રકાશમાં આવી ચૂકી છે. આ ઘટનાઓની શાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક હત્યાની ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં બનવા પામી છે.વહેલી સવારે સુરતના ડીંડોલી- કડોદરા કેનાલ રોડ ઉપર આવેલ અવાવરું જગ્યાએ અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ પડી હોવાની જાણ રાહદારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પીસીઆર વાન દ્વારા બનાવની જાણ ડીંડોલી પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.જ્યાં લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી હતી.

Advertisement

ઘટના અંગે વધુ વિગતો આપતા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સવારના સમય દરમિયાન સુરત પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતે કોલ મળ્યો હતો. અજાણી વ્યક્તિ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને ટેલીફોનિક જાણકારી આપવામાં આવી હતી. જે બાદ પોલીસ પીસીઆર વાન સ્થળ પર આવી પહોંચી હતી. બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં 32 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.જે યુવકના ગળા અને શરીરે ગંભીર ઇજાના નિશાનો મળી આવ્યા છે. મૃતક યુવક કૌન છે અને ક્યાંનો રહેવાસી તેની ઓળખ મેળવવાના પ્રયાસ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : VADODARA : વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું

Tags :
Advertisement

.

×