Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત: વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વખત છેતરપીંડી

Surat: વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો છેતરપીંડી કરતાં હોય છે, અને ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કામ કરતાં હોય છે. આમ જ આવો એક નવો કિસ્સો આપની સામે આવ્યો છે. આ કિસ્સો સુરત (Surat) નો છે. યુ.કે અને...
સુરત  વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વખત છેતરપીંડી
Advertisement

Surat: વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો છેતરપીંડી કરતાં હોય છે, અને ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કામ કરતાં હોય છે. આમ જ આવો એક નવો કિસ્સો આપની સામે આવ્યો છે. આ કિસ્સો સુરત (Surat) નો છે. યુ.કે અને ન્યુઝીલેન્ડની વર્ક પરમીટના બહાને છેતરપીંડી કરવામાં આવી હોવાની ઘટના સુરતમાં આવી છે.

છેતરપીંડી કરીને વિદેશ જવાન પ્રયત્નો કરતાં હોય છે

ઘણા લોકો વિદેશ જવા માંગતા હોય છે પરંતુ વિદેશ જવા માટે આપવી પરીક્ષા આપી શકતા નથી અથવા તો પરીક્ષામાં સફળ થઈ શકતા નથી. આ જ કારણોસર ઘણા લોકો છેતરપીંડી કરીને વિદેશ જવાન પ્રયત્નો કરતાં હોય છે, પણ આમાં તેઓ સફળ થઈ શકતા નથી. આમ, છેતરપીંડી કરીને વિદેશ જતાં લોકો પકડાઈ જતાં હોય છે. અને આવી રીતે જીવ જોખમમાં મૂકીને જતાં હોવાથી તેમના જીવ પણ જોખમમાં હોય છે. અને વિદેશ પહોંચે તે પહેલા ના બનવાનો બનાવ પણ તેમની સાથે બની શકે છે.

Advertisement

ઘણા લોકોના મનમાં વિદેશમાં જવાની ઘેલછા હોય છે

થોડા સમય પહેલા જ ગુજરાતમાંથી યુ.કે જતા એક પરીવારને તેમનો જીવ ગુમાવવો પડતો હોવાની ઘટના પણ સામે આવી છે. આ પરીવાર પણ ગુજરાતમાંથી જ હતો. ગુજરાતના મહેસાણાનો આ પરીવાર જે વિદેશમાં જઈને વસવા માંગો હતો તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ આટલા બધા દાખલાઓ અને સમાચારો જોયા પછી પણ ઘણા લોકોના મનમાં વિદેશમાં જવાની ઘેલછા હોય છે.

Advertisement

વર્ક પરમીટના બહાને છેતરપીંડી કરવામાં આવી

ત્યારે આનો વધુ એક કિસ્સો ગુજરાતમાંથી જ સામે આવ્યો છે. આ ઘટના ગુજરાતના સુરત (Surat)ની છે. જેમાં યુ.કે અને ન્યૂઝીલેન્ડની વર્ક પરમીટના બહાને છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો 45 લાખ રૂપિયા પડાવી 2 મહિલા સહિત 3 ફરાર થઈ ગયા છે. આમાં કીંજલ દામકણ, અંજના મોરે અને જિતેન્દ્ર ગોસ્વામી ફરાર થઈ ગયા છે.

45 લાખની રકમ લઈને ત્રણેય લોકો ફરાર થઈ ગયા

સુરતમાં પાયલ વિસ્તારમાં આવેલા વેલેન્ટી હબમાં વિઝા ઓફિસ ખોલવામાં આવી હતી. જેમાં વર્ક પરમીટ સાથે છેડછાડ કરીને પકડાવી દીધા બાદ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આમાં, 3 અલગ અલગ વ્યક્તિઓને યુ.કે અને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ફી નક્કી કર્યા બાદ એડવાન્સ પેટે 45 લાખની રકમ લઈને ત્રણેય લોકો ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગે અમરોલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot Test : સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમતા 7 લોકોને પોલીસે ઝડપ્યા

Tags :
Advertisement

.

×