Download Apps
Home » SURAT : સુરત પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, 11 આરોપીઓની કરાઇ ધરપકડ

SURAT : સુરત પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, 11 આરોપીઓની કરાઇ ધરપકડ

અહેવાલ – આનંદ પટણી, સુરત 
સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે  કોલ સેન્ટરના નેજા હેઠળ નોકરી વાચ્છુકોનો સંપર્ક કરી ડેટા એન્ટ્રીના નામે અલગ અલગ સ્કીમો હેઠળ છેતરપિંડી આચરતી ટોળકીનો સુરતની ચોક બજાર પોલીસે પર્દાફાશ કર્યો છે.  મહિલા ઓપરેટર સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  સુરત ડીસીપી પિનાકીન પરમારના જણાવ્યા અનુસાર, ચોક બજાર પોલીસને માહિતી મળી હતી કે,કોઝવે રોડ પર આવેલ કંથારીયા હનુમાન મંદિર નજીક સિલ્વર સ્ટોન કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સિલ્વર સ્ટોનના પહેલા માળે આવેલ ઓફિસમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉપર છાપો મારી છ મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી હતી.
સ્થળ પરથી પોલીસે 22 મોબાઈલ, 3 લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં સમગ્ર કોલ સેન્ટર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા શકીલ અહમદ ઘનીવાલા અને મહિલા આરોપી ચલાવતી હતી. જે બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર કોલ સેન્ટરના સંચાલક શકીલ અહમદ ઘણીવાલા અને મહિલા ઓપરેટર દ્વારા કવીકર માર્કેટ પ્લેસ વેબસાઈટ નામની ઓનલાઈન વેબસાઈટ ઉપર પૈસા ભરી નોકરી વાચ્છુકોના મોબાઈલ નંબર અને ઇમેઇલ એડ્રેસના ડેટા મેળવવામાં આવતા હતા.
જે બાદ આ નોકરી વાચ્છુકોને અલગ અલગ ઓપરેટરો દ્વારા સંપર્ક કરી સ્કીમો સમજાવવામાં આવતી હતી.જે નોકરી વાચ્છુકો તૈયાર થાય તેવા લોકોને કંપની તરફથી ડેટા એન્ટ્રીના નામે એક ટાસ્ક આપવામાં આવતો હતો.જેમાં કંપની તરફથી 430 ફોર્મનો ડેટા આપવામાં આવતો હતો. જે ડેટા નો ટાર્ગેટ પૂર્ણ કરવાથી ઘર બેઠા મહિને પાંચથી આઠ હજાર રૂપિયા આપવાની લોભામણી સ્કીમો બતાવવામાં આવતી હતી. જેની સામે કંપની તરફથી કેટલીક શરતો મૂકવામાં આવતી હતી. જેમાં 90% થી વધુ એક્યુરેસી હોય તો જ પેમેન્ટ કરવામાં આવશે અને જો 90 ટકાથી ઓછી એક્યુરેશી આવે તો પેમેન્ટ આપવામાં આવતું નહોતું, એટલું જ નહીં 90% થી ઓછી એક્યુરેસી આવે તો નોકરી વાચ્છુકોને 6500 રૂપિયા પેનલ્ટી મારી વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવતી હતી.
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આ ગેરકાયદેસર કોલ સેન્ટરમાં સૌથી ચોકાવનારી બાબત એ સામે આવી છે કે, આરોપીઓ દ્વારા એક સોફ્ટવેર ડિઝાઇન કરવામાં આવ્યું હતું.  જેમાં નોકરી વાચ્છુકો દ્વારા જેટલા પણ ટાસ્ક પૂર્ણ કરવામાં આવતા હતા,પરંતુ તેની સામે એક્યુરેસી 90 ટકાથી ઓછી જ બતાવતી હતી. આમ નોકરી વાચ્છુકોને ઓછી એક્યુરેસી બદલ લીગલ નોટીસ મોકલી 6500 રૂપિયાની ખોટી રીતે પેનલ્ટીની વસૂલાત કરવામાં આવતી હતી. જેમાં એક મહિલા વકીલ ની પણ સંડોવણીની આશંકા  છે. જેની તપાસ હાલ ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરત ડીસીપી પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, જે નોકરી વાચ્છુકોના ડેટા કલેક્ટ કરી quikr માર્કેટ પ્લેસ નામની ઓનલાઇન વેબસાઈટ દ્વારા આવી ચીટીંગ કરતી ટોળકીને ડેટા આપવામાં આવે છે.  તે કંપની સામે પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જેની સામે પણ આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ચોક બજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટરનો ભોગ બનેલા લોકોનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે લોકો આ ઠગટોળકીનો ભોગ બન્યા છે તે તમામનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે.
ઝડપાયેલા આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. કોલ સેન્ટર પરથી પોલીસે લેપટોપ,મોબાઈલ,રોકડા રૂપિયા,3 ચેકબુક સહિત 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીઓના મોબાઈલ નંબરના આધારે સીડીઆર મેળવી ભોગ બનનારાઓનો સંપર્ક કરી ફરિયાદ આપવા અપીલ કરવામાં આવશે.આ સમગ્ર કેસમાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.વધુમાં આવી ઠગ ટોળકીથી લોકો સાવધ રહે તે પણ જરૂરી છે.
આવી કોઈ લોભામણી સ્કીમો અથવા લાલચ આપવામાં આવે તો તુરંત જે તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરી આ અંગેની માહિતી આપી શકે છે…કોલ સેન્ટરમાંથી ઝડપાયેલા આરોપીઓ પણ નાના બેરોજગાર છે.જેની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચેની છે.જે તમામ ઓપરેટરોને મહિને 8 હજારના પગાર ધોરણ પર રાખવામાં આવ્યા છે… મહત્વનું છે કે ચોક બજાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં મહિલા વકીલની આશંકા છે. જેની પણ તપાસ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.. જ્યાં આગામી દિવસોમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતી ઠગ ટોળકીનો ભોગ બનેલા અન્ય લોકો પણ બહાર આવે તેવી પુરેપુરી શકયતા રહેલી છે.
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!