Download Apps
Home » સુવાલી બીચનો 48 કરોડના ખર્ચે થશે વિકાસ, જાણો ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું

સુવાલી બીચનો 48 કરોડના ખર્ચે થશે વિકાસ, જાણો ગૃહરાજ્યમંત્રીએ શું કહ્યું

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ આજે સુરતમાં આવેલી સુવાલી બીચ ફેસ્ટિવલ (Suvali Beach Festival) અંગે માહિતી આપી હતી. જણાવી દઇએ કે, 24-25 ફેબ્રુઆરીએ સુવાલી બીચ ફેસ્ટિવલ (Suvali Beach Festival) નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (State Home Minister Harshbhai Sanghavi) એ કહ્યું કે, સુરત શહેરના નાગરકો માટે દર શનિવાર અને રવિવારે પરિવારજનો જોડે ફરવા માટે એખ માત્ર વિકલ્પ ડુમ્મસ હતો. તેની સાથે સાથે હવે સુવાલી બીચ (Suvali Beach) ને ઝડપથી ડેવલોપ કરવાની ગતિને આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે.

Twitter

24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ (Mukesh Patel) અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ (Sandipbhai Desai) ના સતત પ્રયત્નોથી આ જ શક્ય બન્યું છે. તેમની આ કામગીરી અંગે હર્ષ સંઘવીએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં અનેક ડેવલોપમેન્ટની કામગીરી માટે આ વર્ષના બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24-25 ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઈન્ટરનેશનલકક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે તેવું જ કઇંક અહીં કરવામા આવ્યું છે. આ દરમિયાન અહીં વિવિઘ પ્રકારની રમત ગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરતીઓ અહીં આવીને અલગ-અલગ વાનગીઓનો સ્વાદ માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Twitter

સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ફાળવણી

આ બીચ ફેસ્ટિવલને 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બંને નેતાઓના પ્રયત્નથી શરૂ કરવામાં આવ્યું છે. સુવાળી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસીઓ મોટી સંખ્યામાં દરિયાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજી-રોટી મળે તે માટે રાજ્ય સરકાર જિલ્લા-તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આપણા બંને લોકપ્રિય પ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ 48 કરોડ રૂપિયા સુવાળી બીચ પર અનેક વિકાસકામો માટે ખર્ચ કરવામાં આવશે. બીચનું આવનારા સમયમાં સંપૂર્ણ રૂપ બદલવા માટે આ ગ્રાન્ટ ખૂબ જ ઉપયોગી થશે.

Twitte

સુવાળી બીચમાં વિવિધ સુવિધાઓ

સર્કિટ હાઉસ, રોડ-રસ્તા, પાણી, શૌચાલય, વિજળી આવા વિવિધ પ્રકલ્પો આ સુવાળી બીચમાં હાથમાં લેવામાં આવશે તેવું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ 10 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. સુવાળી બીચનો વિકાસ તબક્કાવાર 3 ભાગમાં 3 વર્ષમાં કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે સુવાળી બીચ સુધીનો 10 મીટર સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક ન નડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2.20 કરોડ રૂપિયાના ખર્ચે અહીં ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. લોકોને તકલીફ ન મળે તે માટે 25 લાખના ખર્ચે શૌચાલય બનાવવામાં આવશે. રાજ્ય સરકાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને ગુજરાત વહીવટીતંત્ર દ્વારા આગામી 24-25 ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર નજીક 84 તાલુકામાં આવેલા સુવાળી બીચ ખાતે સુવાળી બીચ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Twitter

સુવાળી બીચનો આનંદ માણવા નાગરિકોને મળશે સરકારી બસની વ્યવસ્થા

આગળ તેમણે કહ્યું કે, ધારાસભ્યની એક માંગણી આવી છે જે મુજબ સામાન્ય નાગરિક પણ સુવાળી બીચનો આનંદ માણી શકે, જેવા કે જેમની પાસે પોતાનું વાહન ન હોય, જે પોતાન પરિવાર સાથે તેમને સુવાળી બીચ જવું હોય તેમના માટે તાત્કાલિક સરકારી બસની વ્યવસ્થા કરવી જોઇએ. ધારાસભ્યની માંગણી બાદ આવતી કાલે બપોરે 2 વાગ્યે અડાજ બસ ડેપોથી એક એસટી બસની શરૂઆત કરાવવામાં આવશે. દરરોજ બપોરે 3 વાગ્યે ત્યાથી બસ ઉપડશે અને સાંજે ત્યાથી પરત ફરશે. આ નવી સુવિધાનો લાભ સુરતવાસીઓ આવતી કાલથી લઇ શકશે. જો રવિવારે બસની સંખ્યામાં વધારો કરવાની જરૂર લાગશે તો તે પણ કરી આપવામાં આવશે.

રમત-ગમતના શોખીનો માટે કરાઈ આ વ્યવસ્થા

24 અને 25 તારીખે યોજવામા આવી રહેલા આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોષ, સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી મુલુભાઈ બેરા હાજરી આપશે. ઉપરાંત 24 મી તારીખના રોજ કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું ભવ્ય આયોજન પણ આ કાર્યક્રમાં રાખવામાં આવ્યું છે. સુરતની સ્વાદ પ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા પણ આ જ કાર્યક્રમમાં કરવામાં આવી છે. આ સાથે ફરવા માટે આવેલા લોકો માટે બોટ સવારી, ઘોડે સવારી, ઉંટ સવારી, બાઈક રાઈડ જેવી વિવિધ સુવિધાઓનો લ્હાવો તેઓ ઉઠાવી શકશે. રમત-ગમતના શોખીનો માટે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, કબડ્ડી, ટગ ઓફ વોર, લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે અનેક ફોટો કોર્નર્સ, સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન પણ આ બીચ ફેસ્ટિવલમાં ઉભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – PM Modi એ ગુજરાતીઓને કર્યું સંબોધન, કહ્યું, ‘ગુજરાત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું…’

આ પણ વાંચો – 1946 માં 15 ગામોથી શરૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા : CM Bhupendra Patel

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ