Download Apps
Home » ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા

ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા, અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા

ગોંડલમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં અનેક સ્થળે સફાઈમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. કૈલાશ કોમ્પલેક્ષના વેપારીઓ સફાઈ બાબતે રોડ પર ઉતર્યા હતા ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોએ પત્રકારોને કવરેજ કરતા રોક્યા હતા. આ હરકત જોઈને લોકોમાં રોષની લાગણી છે. ભાજપ શાસકો યોગ્ય સફાઈ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં વ્યસ્ત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “સ્વચ્છ અભિયાન” નિષ્ફળ ગયું

ગોંડલ નગરપાલિકાના ભાજપ શાસકોની કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “સ્વચ્છ અભિયાન” નિષ્ફળ ગયું છે. ગોંડલમાં કચરા અને ગંદકીની સમસ્યા વધી છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપ્યા પછી હાલાકી વધી છે. છેલ્લા 10 દિવસથી રોડ રસ્તા સફાઈ અને કચરો ભરવા આવતા નથી. ગાડી આવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી. નગરપાલિકા પ્રમુખ મનીષ ચનીયારા અને વોર્ડ નંબર 6 ના સદસ્ય મનીષ રૈયાણી દ્વારા સોમવારથી સફાઈ ચાલુ થશે એવી ખાતરી આપી છે. સોમવારેથી રોડ સફાઈ માટે કોઈ નહીં આવે અને કચરો ભરવા માટે વાહનો નહિ આવે તો નગર પાલિકાએ ધરણાં કરવાની વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી છે. ગોંડલમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે.

કૈલાશ કોમ્પ્લેક્સમાં એક અઠવાડિયાથી સફાઈ માટે કોઈ ડોકયુ નથી

ગુંદાળા પેટ્રોલ પંપ પાસે કૈલાશ કોમ્પ્લેક્સના વેપારી સફાઈ બાબતે રસ્તા પર ઉતર્યા છે. સમીર કનેરિયાએ જણાવ્યું કે અમારા કોમ્પલેક્ષમાં છેલ્લા એક અઠવાડિયાથી કોઈ સફાઈ થઈ નથી. સફાઈ અંગે અમે નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરી છે. નગરપાલિકાએ નવો કોન્ટ્રાક્ટર બદલ્યો ત્યારથી અહીં વાળવા માટે કોઈ આવ્યું નથી. કોમ્પ્લેક્સ માં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો ગંદકીને કારણે પરેશાન થાય છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો — SUCCESS : NIDJAM 2024 માં પાટણની કિંજલ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો

 

 

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ