Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pavagadh : દર્શન કર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપી છૂમંતર...

Pavagadh : પવિત્ર યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે ચોંકાવનારો બનાવ બન્યો છે. બન્યું છે એવું કે NDPS ગુનાના આરોપીને મધ્યપ્રદેશ પોલીસ દર્શન કરાવવા પાવાગઢ લઇને આવી હતી અને ત્યારે જ તે 4 પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઇ ગયો છે. આ...
pavagadh   દર્શન કર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપી છૂમંતર
Advertisement

Pavagadh : પવિત્ર યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે ચોંકાવનારો બનાવ બન્યો છે. બન્યું છે એવું કે NDPS ગુનાના આરોપીને મધ્યપ્રદેશ પોલીસ દર્શન કરાવવા પાવાગઢ લઇને આવી હતી અને ત્યારે જ તે 4 પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઇ ગયો છે. આ આરોપી હથકડી લગાવેલી હોવા છતાં ડુંગરના પાછળના ભાગેથી ફરાર થઇ ગયો હતો.

આરોપીને દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને મોંઘું પડ્યું

નવાઇ પમાડે તેવા આ બનાવની મળેલી માહિતી મુજબ આરોપીને દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને મોંઘું પડ્યું છે. મધ્યપ્રદેશ પોલીસ NDPS ગુનાના આરોપી દશરથ જાટને હાલોલ કોર્ટમાં રજૂ કરવા લાવી હતી. દશરથ જાટ સામે 2022માં રાજગઢ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

Advertisement

કોર્ટની મુદત પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશ પોલીસના 4 જવાનો આરોપીને પાવાગઢ લઇ ગયા

Advertisement

આરોપીની કોર્ટની મુદત પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશ પોલીસના 4 જવાનો આરોપીને લઇને હાલોલથી પાવાગઢ દર્શન માટે લાવ્યા હતા. આરોપી અને પોલીસ જવાનો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે હાથમાં હથકડી હોવા છતાં આરોપી દશરથ 4 પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો.

દશરથ પળવારમાં જ પોલીસથી પીછો છોડાવીને નજીકના ડુંગર પર જઇને ફરાર

આરોપી દશરથ પળવારમાં જ પોલીસથી પીછો છોડાવીને નજીકના ડુંગર પર જઇને ફરાર થઇ ગયો હતો. દશરથ મધ્યપ્રદેશના મંદસૌર જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો હતો અને તેની સામે 2022માં રાજગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી ફરાર થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પાવાગઢ પોલીસે મધ્યપ્રદેશ પોલીસના 4 પોલીસ કર્મીઓ અને આરોપી દશરથ સહિત 5 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આસપાસના જંગલ વિસ્તારમાં ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચો---- Surat માં પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા ખળભળાટ

આ પણ વાંચો---- પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાનો વિડીયો આવ્યો સામે, ગૌવંશને બે સિંહોના મુખમાંથી બળદે છોડાવ્યો

Tags :
Advertisement

.

×