સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલમાં કોલ ડ્રોપ થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ,જેને કારણે ગ્રાહકો અને મોબાઈલ કંપનીઓ વચ્ચે સતત તકરાર વધી રહી છે ત્યારે કોલ ડ્રોપની સમસ્યા શા કારણે ઉદભવે છે તેની તપાસ કરવામાં આવતા કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી છે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં મોબાઇલ સિગ્નલ ખેંચતા બુસ્ટર લગાવી દેવાને કારણે શહેરમાં સતત કોલ ડ્રોપ ની ફરિયાદ મળી રહી હતી
80 જેટલા સિગ્નલ બુસ્ટર રેડ દરમિયાન મળી આવ્યા
કોલ જોબ અને અપૂરતા સિગ્નલની ફરિયાદને કારણે દૂરસંચાર વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના અંતે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી 80 જેટલા સિગ્નલ બુસ્ટર રેડ દરમિયાન મળી આવ્યા છે. આ બુસ્ટર સામે દૂર સંચાર વિભાગ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે દૂરસંચાર વિભાગની વાયરલેસ મોનિટર ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડામાં મળી આવેલા બુસ્ટર અંગે રાખનાર વ્યક્તિને નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે
ચેકિંગમાં મોબાઇલ માટે લગાવવામાં આવેલા સિગ્નલ બુસ્ટરો મળી આવ્યા હતા
સમયાંતરે શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોબાઇલમાં અપૂરતા સિગ્નલને કારણે અને નેટવર્કની સમસ્યા હોવાની ફરિયાદો મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરોને મળી હતી જેને પગલે કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગની વાયરલેસ મોનિટરિંગ ટીમ જે તે વિસ્તારમાં કોલ ડ્રોપ અને નેટવર્ક સંબંધિત ફરિયાદની તપાસ કરી રહી હતી. ત્યારે શહેરના કતારગામ લસકાણા ખટોદરા ચોક બજાર કાપોદ્રા સરથાણા ડાયમંડ નગર વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગમાં મોબાઇલ માટે લગાવવામાં આવેલા સિગ્નલ બુસ્ટરો મળી આવ્યા હતા
સિગ્નલ બુસ્ટર પરવાનગી વગર લગાવવા એ ગેરકાયદેસર છે
સિગ્નલ બુસ્ટર પરવાનગી વગર લગાવવા એ ગેરકાયદેસર છે જો સિગ્નલ બુસ્ટરની જરૂરિયાત હોય તો જે તે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર ની પરવાનગી સાથે જ લગાવવાના હોય છે પ્રથમ વખત જ્યારે સિગ્નલ બુસ્ટર સાથે વ્યક્તિ પકડાઈ તો તેને નોટિસ આપીને સિગ્નલ બુસ્ટર કબજે લઈ લેવામાં આવે છે પરંતુ જો બીજી વખત કોઈ વ્યક્તિ સિગ્નલ બુસ્ટર સાથે પકડાઈ તો તેને બે લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે એટલે કે જો બીજી વખત સિગ્નલ બુસ્ટર નો ઉપયોગ કરે તો તેને બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.