Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સબ કા સાથ સબ કા વિકાસનું સ્લોગન ભાજપના પૂર્વ MLA એ ઝંખના પટેલે સાર્થક કર્યું

અહેવાલ -રાબિયા સાલેહ સુરત   સબકા સાથ સબકા વિકાસનો જે સ્લોગન છે એ સલોગન સુરત ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે સાર્થક કર્યું છે, વિકાસના કામે અડચણરૂપ થતી પોતાની મિલકતનું પણ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કરવા માટે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલે...
સબ કા સાથ સબ કા વિકાસનું સ્લોગન ભાજપના પૂર્વ  mla એ ઝંખના પટેલે સાર્થક કર્યું
Advertisement

અહેવાલ -રાબિયા સાલેહ સુરત

Advertisement

સબકા સાથ સબકા વિકાસનો જે સ્લોગન છે એ સલોગન સુરત ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે સાર્થક કર્યું છે, વિકાસના કામે અડચણરૂપ થતી પોતાની મિલકતનું પણ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કરવા માટે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલે સહમતી આપ્યા બાદ ફાર્મ હાઉસની ડિમોલિશન કરવામાં આવ્યું છે,

Advertisement

Image preview

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે લોકો માટે એક સારો દાખલો બેસાડ્યો છે, પૂર્વ ધારાસભ્યના સ્વચ્છિત ડિમોલિશનના નિર્ણયથી એક સારો દાખલો બેસ્યો છે.નેતા હોય કે સામાન્ય નાગરિક વિકાસ નાગરિકો માટે કરવામાં આવે છે, અને એ વિકાસ કરવા માટે કોઈની પણ મિલકત હોય અથવા કોઈપણ સ્થળના દબાણ હટાવવા પડે તો એ તો તેની સ્વૈચ્છિક મંજૂરી આપી દેવી જોઈએ

Image preview

સુરતમાં આદે દિવસે ડિમોલિશન થતી વખતે હોબાળો મચી જતો હોય છે,મોટા ભાગે કેટલાક સ્થળો ઉપર નેતા ઓનું દબાણ આવતું હોય છે,જ્યારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવો પડે છે તો ક્યાંક લોકોના ઘરવખરી પણ અટવાઈ જતી હોય છે પરંતુ પાલિકા દ્વારા મક્કમ પગલાં લેવામાં આવે છે,વિકાસના કામો છે જેટલા ઝડપે થાય એટલું નાગરિકોને સુવિધા સુખાકારી મળશે.ફાર્મ હાઉસનું નામ ઈંદ્રાજ છે.ઝંખના પટેલના પિતા અને ચોર્યાસી વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય સ્વ. રાજાભાઇ પટેલ અને તેમના પત્ની ઇન્દુબેન પટેલના નામ ઉપરથી આ ફાર્મ હાઉસ નું નામ રાખવામાં આવ્યું હતું,

Image preview

સુરતના ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ પોતના લીધેલા નિર્ણય ઓ માટે કાયમ વખણાય છે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ નું રહેઠાણ સ્થળ ડુમ્મસ છે, તેમનું પિયર પણ ડુમસમાં આવેલું છે અને સાથે જ તેમના પિતાજી એટલે સ્વ.રાજા પટેલ નું એક સુંદર ફાર્મ પણ ડુમ્મસ ની અંદર આવેલું છે, અને આજ ફાર્મ હાઉસ વિકાસના આડે આવી રહ્યું હોવાનું પૂર્વ ધારાસભ્યને પાલિકાએ જણાવ્યું હતું ,જેથી ફાર્મ હાઉસનું સ્વેચ્છિક ડિમોલિશન થયું છે.

Image preview

મહાનરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું

સુરત ખાતે વિકાસના કામો પુરઝડપે ચાલી રહ્યા છે ,તેવામાં ટીપીના રસ્તા રેખાની અસરમાં આવતા ફાર્મ હાઉસનું ડિમોલિશન કરી મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ડુમસ ગામથી એરપોર્ટને જોડતો રોડ પહોળો અને ખુલ્લો મૂકવા માટે સુરત મહાનરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ એ જણાવ્યું છે.

Image preview

શહેરનો વિકાસ થાય એજ સો નો વિકાસ છે

આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરનો વિકાસ થાય એજ સો નો વિકાસ છે. શહેરનાં વિકાસમાં અત્યાર સુધીમાં અવરોધરૂપ બનેલી હજારો મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. એ પછી વરાછા જેવો ભરચક વિસ્તાર હોય કે પછી રાજમાર્ગથી અને ઉધના મેઇનરોડ, આવા તમામ સ્થળો ઉપર સંખ્યાબંધ મિલકતો ભોંયભેગી કરી દેવામાં આવી છે. રસ્તાઓ ખુલ્લા કરી રોડ કનેક્ટિવીટી સરળ બનાવવા મનપા દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જ ટીપી સ્કીમ નં. ૭૮માં ડુમસ ગામથી એરપોર્ટનો જોડતો ટીપી રોડ ખુલ્લો મૂકવા સુરત મહાનગપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફાર્મ હાઉસનું બાંધકામ મનપા દ્વારા દૂર કરવામાં આવ્યું

સૂત્રોનું માનીએ તો ચૂંટણી અગાઉ ધારાસભ્ય ઝંખના પટેલ દ્વારા જ રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ,અનેક રોડ રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ રસ્તા રેખાની અસરમાં તેમનું પોતાનું જ ફાર્મ હાઉસ આવતું હોય તેમને ડિમોલિશન માટે સહમતિ દર્શાવી હતી. પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસનું રસ્તાની અસરમાં આવતા ફાર્મ હાઉસનું બાંધકામ મનપા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. રસ્તો ખુલ્લો કરી સ્થળ ઉપર કમ્પાઉન્ડ વોલ પણ બનાવી દેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યુ છે.

આપણ  વાંચો -જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે

Tags :
Advertisement

.

×