Home » આ છે સાચી માનવતા…જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે
આ છે સાચી માનવતા…જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે
written by
Harsh Bhatt
31
અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ
એક કહેવત છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે અને ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપ હંમેશા લાભાર્થી સુધી પહોંચતો હોય છે. બસ આવો જ એક કિસ્સો ભરૂચ પશ્ચિમ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં એક વિધવા મહિલા પોતાના ચાર સંતાનો સાથે રહેતી હતી અને તે દરમિયાન ઘરકામ કરવા ગયેલી વિધવા મહિલાનું ઘર ધસી પડતા 4 પૈકી 3 સંતાનોના કરૂણ મોત થયા હતા અને બેઘર બનેલી વિધવા પોતાની એક બાળકી સાથે ભાડાના મકાનમાં રહેવા મજબૂર બની હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુંભારીયા ઢોળાવ વિસ્તાર આવેલો છે, જ્યાં વાલ્મિકી વાસ ખાતે વિધવા મહિલા પોતાના સંતાનોને મૂકી ઘરકામ કરવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ તેમનું જર્જરિત મકાનનો છતનો ભાગ ધસી પડતા ઘરમાં મીઠી નીંદર માણી રહેલી 2 દીકરી અને 1 દીકરો દબાઈ જતા તેમના કરુણ મોત થયા હતા.
ઘર કામ કરવા નીકળેલી એક માતા અને કાટમાળમાંથી એક બાળકીનો બચાવ થઈ ગયો હતો. બેઘર બનેલી વિધવા મહિલા એક બાળકી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. વિધવા મહિલા એક બાળકી સાથે ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહી હતી પરંતુ તેનું ધસી પડેલું ઘર તે ઉભું કરી શકે તેવી હાલતમાં નહોતી. જેના કારણે એક વિધવા મહિલાની વ્હારે ભરૂચના સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી આગળ આવ્યા અને તેમણે ભરૂચના એક પત્રકાર ભરત ચુડાસમા થકી સામાજિક આગેવાન કોકીલાબેન ગોહિલ કે જેઓએ હંમેશા માનવતા મહેકાવવાનું કામ કરી રહ્યા છે તેમણે એક વિધવા મહિલાની વેદના સાંભળી અને તેમનું ધસી પડેલું મકાન ફરી ઉભું કરવા માટે રેતી સિમેન્ટ સહિત તમામ સામગ્રીઓ મકાન ઊભું કરવાનું સંકલ્પ લીધો અને આજે દિવાળીના સમયમાં લોકોના ઘર કામ કરીને પોતાની દીકરી સાથે ભાડાના મકાનમાં જીવન ગુજારતી એક વિધવા મહિલાને ઘરનું ઘર દિવાળીના દિવસે મળ્યું.
નવું ઘર બન્યા બાદ તેના ચહેરા ઉપર રોનક હતી. તેના ઘરમાં કે જ્યાં મહિલાએ તેના ત્રણ સંતાનો ગુમાવ્યા હતા તે માતાએ પોતાના સંતાનોને યાદ કરી ધાર્મિક પૂજાઓ કરી હતી. પણ કહેવત છે ને કે હંમેશા ઈશ્વરના સ્વરૂપમાં ભગવાન લાભાર્થીને મદદરૂપ થતા હોય છે અને થઈ રહ્યા છે.
આ પણ વાંચો — GONDAL : 13 મુખવાળા વાનર અને શનિદેવની આકૃતિ વાળી કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવાઇ
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.