Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવતીને ધમકી મળતા ખળભળાટ

Surat : સુરત (Surat ) માં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવું કૃત્ય કરવાની ધમકી યુવકે આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સુરતના કતારગામ યુવકે ધમકી આપનારા જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરી તપાસ શરુકરી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતી...
surat   ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવતીને ધમકી મળતા ખળભળાટ
Advertisement

Surat : સુરત (Surat ) માં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવું કૃત્ય કરવાની ધમકી યુવકે આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સુરતના કતારગામ યુવકે ધમકી આપનારા જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરી તપાસ શરુકરી છે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા જતીન ગજેરા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી હતી. બંને મિત્ર બન્યા બાદ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ત્યારબાદ યુવકે પોત પ્રકાશ્યું હતું.

Advertisement

Advertisement

કોર્ટ મેરેજના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

મળેલી માહિતી મુજબ જતીન ગજેરાએ યુવકને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી લીધું હતું અને યુવતીને વકીલની ઓફિસે લઈ જઈ મેરેજના ફોર્મ પર સહી કરાવી હતી. તેણે કોર્ટે મેરેજના ફોર્મ પર યુવતીને જબરદસ્તી સહી કરવા ધમકી આપી હતી. ત્યાર બાદ કોર્ટ મેરેજના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

કોર્ટ મેરેજના ફોર્મ પર સહિ નહી કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખવાની ધમકી

જતીન ગજેરાએ કોર્ટ મેરેજના ફોર્મ પર સહિ નહી કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખવાની ધમકી યુવતીને આપી હતી. તેણે યુવતીને વરાછાના કામનાથ મંદિરે બોલાવી ધમકી આપી હતી.

સોશિયલ મીડિયાના માધ્મમથી મિત્રતા કરવી ભારે પડી

આ મામલે યુવતીએ કતારગામ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે જતીન ગજેરાની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી. યુવતીને સોશિયલ મીડિયાના માધ્મમથી મિત્રતા કરવી ભારે પડી હતી. પોલીસે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો------ Dahod: લગ્ન પૂર્ણ કરી પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ..!

આ પણ વાંચો----- Chhotaudepur Cyber Crime Police: દર્દીઓના સારવારના બહાને નગ્ન ફોટો પાડી તબીબો લાખો રુપિયા પડાવતા

આ પણ વાંચો----- Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત

Tags :
Advertisement

.

×