Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : મોડી રાત્રે શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ સુધર્યા નથી, ગત રાત્રીએ બે અકસ્માત સર્જાયા

માણેકબાગ પાસે BMW કાર બેફામ હંકારી સર્જ્યો અકસ્માત પંચવટી ચાર રસ્તા ખાતે કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ નથી સુધરતા નબીરા તથ્યના નરસંહાર બાદ પણ રાજ્યભરમાં બગડેલા બાપના નબીરાઓનો આતંક યથાવત્ છે. ઈસ્કોન બ્રિજ...
ahmedabad news   મોડી રાત્રે શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ સુધર્યા નથી  ગત રાત્રીએ બે અકસ્માત સર્જાયા
Advertisement
  • માણેકબાગ પાસે BMW કાર બેફામ હંકારી સર્જ્યો અકસ્માત
  • પંચવટી ચાર રસ્તા ખાતે કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત
  • ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ નથી સુધરતા નબીરા

તથ્યના નરસંહાર બાદ પણ રાજ્યભરમાં બગડેલા બાપના નબીરાઓનો આતંક યથાવત્ છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત (ISKCON Bridge Accident) બાદ પણ નબીરાઓ સુધરતા નથી.  અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓને મોડી રાત્રે રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ ઈસ્કોન બ્રીજની ઘટનાથી હજુ સુધર્યાં નથી. અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો તો બીજી તરફ પંચવટી ચાર રસ્તા પર બેફામ આવતી કારે ઓટો રિક્ષાને અડફેટે લેતા 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

accidents occurred in Ahmedabad

Advertisement

માણેકબાગ સર્કલ પાસે અકસ્માત

શહેરમાં ગત મોડી રાત્રીના માનસી સર્કલ થી માણેકબાગ સર્કલ સુધી કમલેશ બિશનોઇ (Kamlesh Bishnoi) નામના શખ્શે નશાની હાલતમાં બેફામ રીતે BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. માણેકબાદ પાસે આ શખ્સની કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના દરમિયાન રાહદારીઓ ગભરાયા હતા.

Advertisement

accidents occurred in Ahmedabad

કમલેશને ક્યારે ફટકારશો?

નાગરિકોના જીવનને જોખમમાં મૂકીને કાર હંકારતા કમલેશ બિશ્નોઈને (Kamlesh Bishnoi) નાગરિકોએ બરોબરની સરભર કરી હતી અને પોલીસને સોંપ્યો હતો. મોડી રાતે નશાની હાલતમાં હોવાથી પોલીસને તે જવાબ આપવા જેટલો પણ સક્ષમ નહોતો. હાલ પોલીસ કમલેશ બિશ્નોઈની પુછપરછ કરી રહી છે.

accidents occurred in Ahmedabad

શું હતું અકસ્માત વખતેનું દ્રશ્ય

ગોંડલના રહેવાસી અને અમદાવાદમાં અભ્યાસ કરતા પ્રત્યક્ષદર્શી યુવક કિશન સોલંકીએ (Kishan Solanki) ગુજરાત ફર્સ્ટની ટીમ સામે આ અકસ્માતને તાદ્રશ્ય રજુ કરતા જણાવ્યું કે, અમે બાઈક પર રૂમે જઈ રહ્યાં હતા અને ત્યારે શ્યામલ ચાર રસ્તાથી ગાડી રોંગ સાઈડમાં ગાડી ચલાવી ઓવર સ્પીડમાં રાહદારીની ચિંતા વિના તે ગાડી આગળ વધારી રહ્યો હતો. અમે તરત પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું. તે બાદ આ અકસ્માત સર્જનારો ફરાર થઈ ગયો ત્યારે અમારી પોલીસ સાથે વાત શરૂ જ હતી. તે બાદ પોલીસની ગાડી આવી એ ભાઈને લઈ ગઈ છે. તે ભાઈ નશાની હાલતમાં હતા. પહેલા તે બરાબર ભાગ્યો, આવીને ઉભ્યો, વોમિટ કરી. અમારું બાઈક ધીમુ ચાલતું હતુ અને એક સાઈડમાં હતું અને વાંધો ના આવ્યો પણ જો અમારું બાઈક થોડું પણ રોડ વચ્ચે હોત, તેની સ્પિડ અને જે રીતે બ્રેક મારીને જોઈ અમે સાઈડ પર જ ઉભા રહી ગયા હતા. જો અમારું બાઈક ચાલી રહ્યું હોત તો કંઈ અઘટતી ઘટના ઘટત. તે ખુબ સ્પિડમાં હતો અમે તેનો પીછો કરીને આવતા હતા સર્કલ આગળ લોકોએ તેનો પીછો કર્યો તેની ઝડપ્યો હતો.

કમલેશનું પણ સરઘસ કાઢો

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પણ અમદાવાદ શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક સમજી બેસેલા નબીરાઓનો આતંક એટલો જ છે. કમલેશને ક્યારે ફટકારશો? કે પછી BMW છે એટલે કંઈ નહી કરો? અમદાવાદ પોલીસ કમલેશનું પણ સરઘસ કાઢો.

accidents occurred in Ahmedabad

પંચવટી ચાર રસ્તા વચ્ચે અકસ્માત

બીજી તરફ રાત્રીના બે વાગ્યાના અરસામાં અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીજી રોડ તરફથી આવતી કારે રામદેવનગર તરફથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા પલ્ટિ ખાઈ ગઈ જેમાં 5 લોકો સવાર હતા જેમને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. દશામાનું જાગરણ હોવાથી પરિવાર રિક્ષામાં એલિસબ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

accidents occurred in Ahmedabad

મહિલાએ રડતા-રડતા ઘટના વર્ણવી

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલા ગુજરાત ફર્સ્ટની ટીમને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી વાસ્તવિકતા જણાવતા કહ્યું કે, અમે ઓટોમાં માતાજીનું વિસર્જન કરવા જતાં હતા સામેથી કાર આવેલી કાર ટક્કર મારતા ઓટો પલ્ટી મારી ગઈ. બધાને વાગ્યું.

accidents occurred in Ahmedabad

હોસ્પિટલ સ્ટાફનો મીડિયા સાથે દુર્વ્યવહાર

ગુજરાત ફર્સ્ટની ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં હતભાગી પરિવારની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદના સોલા હાઇકોર્ટ બ્રિજ પર વધુ એક અકસ્માત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×