Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત

Banaskantha : બનાસકાંઠા ( Banaskantha) ના પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. અહીં મેદાનમાં રમતા બાળકોને કાર ચાલકે કચડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થયો છે. કાર ચાલકે...
banaskantha   ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત
Advertisement

Banaskantha : બનાસકાંઠા ( Banaskantha) ના પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. અહીં મેદાનમાં રમતા બાળકોને કાર ચાલકે કચડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થયો છે.

કાર ચાલકે બંનેને કચડી નાખ્યા

પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણની આ ઘટના છે. પ્રાંગણમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે કાર ચાલકે બંનેને કચડી નાખ્યા હતા જેમાં એક બાળકનું મોત થયું હતું જ્યારે ઘાયલ બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી કિશોરીને સારવારમાં ખસેડાઇ હતી.

Advertisement

Advertisement

કાર ચાલક કાર મૂકી ફરાર

આ અકસ્માતમાં 6 વર્ષીય સુરેશ અને 6 વર્ષીય ચિરાગનું મોત થયું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો---- Kutch: સામખયારીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત, 6 લોકોનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો----- Kheda Child Accident: ખેડામાં હોજ ફાટતા એક જ પરિવારની 3 દીકરીઓના હ્રદયદ્રાવક મોત નિપજ્યા

આ પણ વાંચો---- VADODARA : યુવકે ઘરમાં અંતિમ પગલું ભર્યું, ફોઇએ બારીમાંથી જોતા ધ્રાસ્કો પડ્યો

આ પણ વાંચો---- Vadodara: વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો---- Ahmedabad : રૂ.10 લાખની લાંચ કેસમાં 2 લાંચિયા અધિકારી ઝબ્બે, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

Tags :
Advertisement

.

×