Ahmedabad : રાણીપમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કર્યું શ્રમદાન
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં અમિત શાહે શ્રમદાન કર્યું હતું. Swachhata Hi Seva : અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઇ...
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં અમિત શાહે શ્રમદાન કર્યું હતું.
Swachhata Hi Seva : અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત રાણીપમાં શ્રમદાનમાં આપ્યું યોગદાન #Ahmedabad #SwachhataHiSeva #SwachhtaPakhwada #SwachhBharat #SwachhBharatMission #CMBhupendraPatel #GujaratFirst @AmitShah @Bhupendrapbjp @CMOGuj @PMOIndia… pic.twitter.com/qCPd7M5l27
— Gujarat First (@GujaratFirst) October 1, 2023
રાણીપ વિસ્તારમાં પહોંચીને શ્રમદાન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિના પૂર્વે દેશભરમાં શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાનની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે રવિવારે સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચીને શ્રમદાન કર્યું હતું અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ
તેમણે લોકોને પણ શ્રમદાન કરીને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. આજે અમદાવાદ શહેરમાં હજારો લોકોએ એક કલાક શ્રમદાનમાં ફાળવ્યો હતો અને શ્રમદાન કર્યું હતું. અમિતભાઇ શાહની સાથે લોકોએ પણ શ્રમદાન કર્યું હતું.
Advertisement


