Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું

VADODARA : વડોદરામાં આજે સવારે ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ (UNSEASONAL RAIN) રાહત લઇને આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. બપોર થતા પહેલા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા ગરમીમાંથી આંશિક રાહત (RELIEF FROM HOT SUMMER) મળી હોવાનું સ્થાનિકો જણાવી...
vadodara   ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું
Advertisement

VADODARA : વડોદરામાં આજે સવારે ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ (UNSEASONAL RAIN) રાહત લઇને આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. બપોર થતા પહેલા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા ગરમીમાંથી આંશિક રાહત (RELIEF FROM HOT SUMMER) મળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ પ્રકારના વરસાદી ઝાપટા ઉનાળુ પાક માટે નુકશાનકારક નિવડી શકે છે, તેવું જાણકારોનું માનવું છે.

વરસાદી માહોલ ભર્યા વાદળા છવાયા હતા

વડોદરા સહિત રાજ્યભરમાં ઉનાળો જામ્યો છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નિકળવાનું લોકો ટાળે છે. અને જો નિકળવું જ પડે તેવી સ્થિતી હોય તો ગરમીથી બચવાના ઉપાયો સાથે રાખીને જ નિકળતા હોય છે. તો બીજી તરફ ગરમી રોજ નવો રેકોર્ડ બનાવતી હોય તેવું સ્થાનિકો અનુભવી રહ્યા છે. આ બધા વચ્ચે આજે સવારે વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ભર્યા વાદળા જોવા મળ્યા હતા. બપોર થતા સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.

Advertisement

ઝાપટા બાદ ઘેરાયેલા દેખાતા વાદળો સ્પષ્ટ થઇ ગયા

આ વરસાદી ઝાપટુ ગરમીથી આંશિક રાહત લઇને આવ્યું હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા છે. વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં ઉકળાટ થોડો ઓછો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ રસ્તા ભીના થતા અનેક જગ્યાઓએ ટુ વ્હીલર ચાલકો લપસ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. વરસાદી ઝાપટા બાદ ઘેરાયેલા દેખાતા વાદળો સ્પષ્ટ થઇ ગયા હતા.

Advertisement

ઉનાળુ પાક માટે વરસાદી ઝાપટા નુકશાનકારક

એક તરફ વરસાદી ઝાપટુ લોકો માટે ગરમી સામે આંશિક રાહત લઇને આવ્યું છે, તો બીજી તરફ ખેડુતો માટે આફતથી ઓછું નથી. ઉનાળુ પાક માટે વરસાદી ઝાપટા નુકશાનકારક નિવડી શકે છે. તેવું જાણકારોનું માનવું છે. વડોદરા જિલ્લામાં અનેક ગામોમાં હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ધોમધખતી ગરમી વચ્ચે સમયે સમયે વરસાદી ઝાપટા પડતા રહે તો લોકોની ગરમીમાંથી રાહત મળી શકે.

આ પણ વાંચો --  VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ

Tags :
Advertisement

.

×