Home » બિપોરજોય જખૌમાં લેન્ડ થયું ત્યારે ત્યાં જ રહેલા માછીમાર પરિવારની હાલત કેવી હતી..? વાંચો…
બિપોરજોય જખૌમાં લેન્ડ થયું ત્યારે ત્યાં જ રહેલા માછીમાર પરિવારની હાલત કેવી હતી..? વાંચો…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
288
” અમે આખું પરિવાર ઘરમાં જ હતા. રાતથી જ જોરદાર પવન અને વરસાદ ચાલું હતો. અમે ઘરમાં પુરાઇને બેઠા હતા. એમ હતું કે સવારે તો તોફાન શાંત થઇ જશે…પણ સવારે ત્રણ વાગે અચાનક જ ભારે પવન આવ્યો અને અમારા ઘરના પતરા ઉડી ગયા. ઘરની છત પરથી ભારે વરસાદ ઘમાં આવવા લાગ્યો અને અમારી હાલત ખરાબ થઇ ગઇ…”
વાવાઝોડાથી સ્થિતી ખરાબ
આ શબ્દો છે જ્યાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું તે સ્થળ જખૌમાં રહેતા માછીમાર પરિવારના….રાત્રે વાવાઝોડું ત્રાટક્યા બાદ જખૌ અને નલિયા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઇ છે. વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને રસ્તા તૂટી ગયા છે. આમ છતાં જીવના જોખમે અમારા સંવાદદાતા કૌશિક છાયા અને કેમેરામેન રોહિતસિંહ પઢિયાર જખૌમાં કેવી હાલત છે તે નજરોનજર નિહાળવા માટે જખૌમાં પહોંચ્યા હતા.
જળબંબાકારની સ્થિતી
જખૌમાં જ્યાં નજર કરો ત્યાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને રસ્તા રીતસર તૂટી ગયા છે અને બે ભાગમાં વહેંચાઇ ગયા છે. અમારા સંવાદદાતા એક માછીમાર પરિવાર પાસે પહોંચ્યા અને રાત્રે કેવી સ્થિતી હતી તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
સવારે 3 વાગે જોરદાર પવન આવ્યો અને અમારા મકાનના પતરાં ઉડી ગયા
જખૌમાં રહેતા આ માછીમાર પરિવારે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે કાલે સવારથી જ ભારે પવન સાથે વરસાદ હતો. અમે અમારા ઘરમાં જ પુરાઇ રહ્યા હતા. જોરદાર પવનના કારણે બારી બારણા પણ બંધ રાખવા પડે તેમ હતા. અમે રાત તો ભારે બીકમાં પસાર કરી પણ વહેલી સવારે 3 વાગે જોરદાર પવન આવ્યો અને અમારા મકાનના પતરાં ઉડી ગયા. ઘરમાં નાના બાળકો પણ હતા અને પતરાં ઉડી જતાં ઘરમાં પાણી આવવા લાગ્યું. ઘરનો તમામ સામાન અને ઘરવખરી પલળી ગઇ. સવારથી જ પલળેલી હાલતમાં અને ઠંડીમાં ઠુંઠવાઇને પરિવાર બેસી રહ્યો હતો.
આવું વાવાઝોડું અગાઉ ક્યારેય જોયું નથી
માછીમાર પરિવાર બિપોરજોય વાવાઝોડાની વાત કરતાં અત્યારે પણ ડરી રહ્યું હતું. માછીમાર પરિવારની મહિલાએ કહ્યું કે મે મારી જીંદગીમાં આવું વાવાઝોડું અગાઉ ક્યારેય જોયું નથી. મહિલાએ કહ્યું…અમે ઘરમાં જ હતા અને વહેલી સવારે 3 વાગે પવનની ગતિ અચાનક વધી ગઇ અને ઘરનું પતરું ઉડી ગયું. અમે ગભરાઇ ગયા હતા પણ ક્યાં જઇએ.
ચારેબાજુ તારાજીના દ્રષ્યો
જખૌ નલીયા વિસ્તારમાં ચારેબાજુ તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને 250થી વધુ મકાનોને નુકશાન થયું છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject