11 મુદ્દા પર તપાસ કેન્દ્રીત
- ઉપરાંત તથ્ય પટેલ 19 તારીખે રાત્રે 11:30 વાગ્યાથી લઈ 20 તારીખના અકસ્માત બાદ ગાડી ઘરેથી નીકળ્યા પછી કયા કયા મિત્રોને મળ્યો, ક્યાં મળ્યો? કયા કેફે, રેસ્ટોરન્ટમાં કે પાન પાર્લરમાં ગયો અનેતેની સાથે કોણ કોણ હાજર હતું તે તમામ સવાલોની તપાસ કરાશે.
- આરોપી કેટલી હાઈ સ્પીડ પર ગાડી ચલાવતો હતો તે જણાવતો નથી, જેથી તે માટે એફ.એસ. એલ ને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે
- તથ્ય પટેલ ઘરેથી નીકળ્યા પછી કોને કોને કોન્ટેક્ટ કર્યો હતો? તેની સાચી માહિતી નથી જણાવતો જેથી તે મુદ્દાની તપાસ કરાશે. આ સાથે પોલીસ તેના અને મિત્રોના મોબાઇલમાંથી ચેટ તથા કોલ ડીટેલ મેળવવા માટે પણ તપાસ કરાશે
- તથ્ય પટેલ અને તેની કારમાં સવાર રહેલા લોકોનું ક્રોસ વેરીફાઇ પણ કરવામાં આવશે.
- આરોપીએ અન્ય કોઈ આ પ્રકારના અકસ્માત કે ગુનાઓ કરેલા છે કે કેમ તથા પૈસાના જોરે બારોબાર સમાધાન કર્યું છે કે કેમ તેની પણ તપાસ કરાશે.
- આરોપીએ સોશિયલ મીડિયામાં કોઈ રિલ્સ અથવા તો ભયજનક રીતે સ્ટંટ કરી વાહન ચલાવતો હોય તેવી પોસ્ટ કરી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે
- Jaguar કાર ના માલિકની તપાસની સાથે કારના દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
- અકસ્માત બાદ આરોપી અને તેના પિતાએ સામાન્ય માણસોને ધમકી આપી હતી કે કેમ તેની પણ ઉંડી તપાસ કરાશે.
- આરોપીએ ડ્રગ્સ અથવા આલ્કોહોલનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરવી જરુરી છે અને જો નશો કર્યો છે તો તે ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ કરવામાં આવશે.
- તથ્ય પટેલ અકસ્માત સમયે અને પછી કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરાશે
આ પણ વાંચો—AHMEDABAD ACCIDENT CASE: તથ્યની સાથે રહેલા મિત્રોએ કારની સ્પીડ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો