Home » વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
111
રાજ્યભરમાં ચર્ચા જગાવનારા ભાવનગર ડમી કાંડ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એક વાયરલ સ્ટિંગ ઓપરેશનમાં ગંભીર આરોપો લગાવાયા હતા. આ સહિતના તમામ મુદ્દે પુછપરછ માટે ભાવનગર એસઓજી પોલીસે યુવરાજસિંહ જાડેજાની આજે દિવસભર પુછપરછ કરી હતી. લાંબી પુછતાછ બાદ રાત્રે સાડા આઠ વાગે ભાવનગર પોલીસે યુવારસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ
રાત્રે 9 વાગ્યે રેન્જ આઇજી ગૌતમ પરમાર આ મામલે વધુ માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે. આ લખાય છે ત્યારે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ જાડેજા સામે આઇપીસી કલમ 388 અને 120 બી મુજબ ફરિયાદ નોંધાઇ રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
આખો દિવસ પુછપરછ
સવારે 12 વાગે યુવરાજસિંહ જાડેજાની પુછપરછ શરુ કરાઇ હતી અને રાત્રે સાડા આઠ સુધી પુછપરછ ચાલી હતી અને ત્યારબાદ યુવરાજસિંહની ધરપકડ કરાઇ હતી. બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં કરેલા આરોપો વિશે પુછપરછ કરાઇ હતી જ્યારે આર્થિક લેતી દેતીની અને ડમી કાંડ બાબતે પણ પુછપરછ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject