ચીન એક વિચિત્ર કાયદો લાવી રહ્યું છે…જે અંતર્ગત દેશની “ભાવનાઓને ઠેસ પહોંચાડતા” કપડાંને ગેરકાયદે જાહેર કરવામાં આવી શકે છે. આમ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે તેવા કપડા પહેરવા પર લોકોને જેલ અથવા દંડની સજા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
બીબીસીના અહેવાલ મુજબ, દેશની વિધાનસભાની સ્થાયી સમિતિએ હાલમાં જ કાયદામાં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેના પગલે અટકળો ચાલી રહી છે. પ્રસ્તાવિત કાયદામાં કહેવામાં આવ્યું છે કે પહેરવેશ કે ભાષણ સહિત અનેક પ્રકારના વર્તન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જે ચીનના લોકોની ભાવનાઓ માટે હાનિકારક છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
સજા જેલ અથવા દંડ થશે
જોકે, સાંસદોએ હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે નવા નિયમો લાવ્યા બાદ કયા પ્રકારનાં કપડાં પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આવું કરનારાને કેટલો સમય સજા થશે અથવા કેટલો યુઆન દંડ થઈ શકે છે. બીબીસીના અહેવાલ મુજબ, આ કાયદાના અમલ પછી, જે લોકો તેમના પોશાક દ્વારા ચીનની ભાવનાઓને ઠેસ પહોંચાડતા પકડાય છે અથવા અન્ય લોકો તેને પહેરવા માટે દબાણ કરતા જોવા મળે છે, તો તેમને 15 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવી શકે છે. અને 5,000 યુઆન સુધીનો દંડ ( અંદાજે રૂ. 5,687 રૂપિયાનો દંડ) થઇ શકે છે.
અગાઉ પણ ડ્રેસને લઈને કાર્યવાહી કરવામાં આવી છે
નોંધનીય છે કે ગત વર્ષે શાંઘાઈ નજીક સુઝોઉ શહેરમાં પોલીસે એક મહિલાની તેના ડ્રેસના કારણે અટકાયત કરી હતી. ખરેખર, આરોપી મહિલાએ જાહેરમાં કીમોનો પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે કિમોનો જાપાનનો રાષ્ટ્રીય પોશાક છે અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનની કાર્યવાહીને લઈને ચીનનો જાપાન સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં મહિલાની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેણે કીમોનો પહેર્યો હતો