અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી
મોરબીમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરતા આધેડને વિદ્યાર્થીનીઓએ એકઠી થઇને પાઠ ભણાવ્યો હતો. મોરબીમાં સુપર માર્કેટ આજુ બાજુમાં ઘણી સ્કૂલો આવેલી છે .જેમાં અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે .. આ સ્થળે અવાર -નવાર આવારા તત્વો આંટા ફેરા મારતા હોય છે.જેને અમુક દીકરીઓ સહન કરે છે જ્યારે અમુક દીકરીઓ રણચંડી બની પાઠ ભણાવે છે. તેવો જ એક બનાવ આજે બનવા પામ્યો હતો.
મોરબીના સુપર માર્કેટ પાસે એક આધેડને વિદ્યાર્થિનીઓએ મેથીપાક ચખાડ્યો હતો.. વિદ્યાર્થીનીઓ દ્વારા આધેડની પીટાઇનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ આ આધેડ છેડતી કરતો હતો.જેને પગલે વિદ્યાર્થીનીઓએ એકઠી થઇ તેની શાન ઠેકાણે લાવી હતી. આ આધેડને લઇને ૧૮૧ અભયમ હેલ્પ લાઇનમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આધેડની અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી