Home » ‘દિલ્હી ઘોષણા પત્ર પર બધાને મનાવવા સહેલું નહોતું, કઠીન પરિસ્થિતિઓમાં PM મોદી પોતે મેદાનમાં ઉતરી જતા’
‘દિલ્હી ઘોષણા પત્ર પર બધાને મનાવવા સહેલું નહોતું, કઠીન પરિસ્થિતિઓમાં PM મોદી પોતે મેદાનમાં ઉતરી જતા’
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.
108
જી-20માં ઘણા દેશો વચ્ચે તણાવ હોવા છતાં નવી દિલ્હી ઘોષણા સાથે સહમત થવું એ ભારતની કૂટનીતિનું એવું ઉદાહરણ છે કે વિપક્ષો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આખરે કઇ રીતે અનેક દેશોને મનાવવામાં આવ્યા અને તેમને મનાવવા માટે કેટલી મહેનત કરવી પડી. વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે બધા ઉપાયો નિષ્ફળ જતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ લેવી પડતી.. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તૈયાર રહેતા હતા, અને કઠીન પરિસ્થિતિઓમાં ખુદ મેદાનમાં ઉતરી જતા હતા.
જયશંકરે કહ્યું, બધી બાબતો સાર્વજનિક કરી શકાતી નથી પરંતુ તમે જાણો છો કે સંયુક્ત નિવેદન વિના કોઈપણ G20 કોન્ફરન્સ યોજાતી નથી. પરંતુ બીજી તરફ એ પણ સત્ય છે કે આ વખત જેવા પ્રતિકૂળ સંજોગો ક્યારેય બન્યા નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે શેરપા અને અધિકારીઓ સતત દેશો વચ્ચેના મતભેદોને દૂર કરવાનો સતત પ્રયાસ કરતા રહ્યા, પરંતુ જ્યારે પણ તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ત્યારે તેઓ સીધા વડાપ્રધાન મોદી પાસે પહોંચી જતા.
જયશંકરે કહ્યું કે, કોન્ફરન્સના છેલ્લા દિવસે મારે પણ કેટલીક બાબતોને લઈને પીએમ મોદી પાસે જવું પડ્યું હતું. બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ભારત જેવા ઘણા દેશો હતા જે સંયુક્ત નિવેદન જારી કરવાના પ્રયાસમાં હતા. આમાં ઈન્ડોનેશિયા પણ સામેલ હતું, પરંતુ શ્રેય સમગ્ર જી20ને જાય છે. જો તે બધાએ ન ઇચ્છ્યું હોત તો નવી દિલ્હી ઘોષણા પર આ રીતે સહમતિ ન સાધી શકાઇ હોત.
G20 મેનિફેસ્ટોમાં PM મોદીની મોટી ભૂમિકા
જયશંકરે કહ્યું કે આ કોન્ફરન્સના સફળ આયોજનમાં વડાપ્રધાન મોદીએ માત્ર મોટી ભૂમિકા ભજવી એટલું જ નથી, તેમણે સંયુક્ત નિવેદનની ભાષામાં પણ મોટી ભૂમિકા ભજવી છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ મેનિફેસ્ટો પર સર્વસંમતિ સાધવા માટે તેમના સમકક્ષો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, પીએમ મોદીએ અમને અહેસાસ કરાવ્યો કે જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં તેઓ હાજર છે. G20ની છેલ્લી ક્ષણે હું પણ તેમની પાસે ગયો હતો અને તેમને કેટલીક સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.તેઓ તરત જ તેમના સમકક્ષો સાથે વાત કરવા માટે સંમત થયા હતા.
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.