વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડેનની બેઠક પહેલા વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારતે આર્ટેમિસ સમજુતીઓમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે, જે સમાન વિચારધારાવાળા દેશોને નાગરિક અંતરિક્ષ સંશોધનના મુદ્દા પર એક સાથે લાવે છે. વ્હાઇટ હાઉસે નિવેદન જારી કરી કહ્યું કે નાસા તેમજ ઇસરો 2024માં અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે સંયુક્ત મિશન પર સહમત થયા છે. ઓવલ ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે થનારી બેઠક પહેલા એક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ કહ્યું કે ભારત આર્ટેમિસ સમજુતીઓ પર હસ્તાક્ષર કરી રહ્યો છે, જે માનવજાતિના લાભ માટે અંતરિક્ષ સંશોધન માટે એક સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારે છે.
આર્ટેમિસ સમજુતીઓ 1967ની બાહ્ય અંતરિક્ષ સંધી એટલે કે ઓએસટી પર આધારિત છે. આ 21મી સદીમાં નાગરિક અંતરિક્ષ શોધનું માર્ગદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા સિદ્ધાંતોનો એક ગેર-બાધ્યકારી સેટ છે. આ 2025 સુધી માનવને ચંદ્ર પર ઉતારવાનો અમેરિકી નેતૃત્વવાળો પ્રયાસ છે. જેનું અંતિમ લક્ષ્ય મંગળ ગ્રહ અને તેનાથી અલગ અંતરિક્ષ અન્વેષણનો વિસ્તાર કરવાનું છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે નાસા અને ઇસરો આ વર્ષે માનવ અંતરિક્ષ યાનના સહયોગ માટે એક રણનૈતિક માળખુ વિકસિત કરી રહ્યા છે. આ ઉપરાંત નાસા અને ઇસરો વર્ષ 2024માં અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ( ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) માટે એક સંયુક્ત મિશન પર સહમત થયા છે.
સેમી કંડક્ટર પરિસ્થિતિકી તંત્ર થશે સ્થાપિત
તેમણે જણાવ્યું કે સેમી કંડકટર પરિસ્થિતિકી તંત્ર વિક્સિત કરવા માટે અમેરીકી કંપનીઓ ભારત સાથે પાર્ટનરશીપ કરી રહી છે, જે આપૂર્તિ શ્રૃંખલાના વિવિધિકરણને પ્રોત્સાહન આપશે, માઇક્રોન ટેક્નોલોજીએ ભારતીય રાષ્ટ્રીય સેમી કંડકટર મિશનના સમર્થનમાં 800 મિલિયન અમેરિકી ડોલરથી વધુના રોકાણની જાહેરાત કરી છે.
તેમણે આગળ કહ્યું કે યૂએસ એપ્લાઇડ મટિરીયલ્સે ભારતમાં વ્યવસાયીકરણ અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે નવા સેમી કંડક્ટર સેન્ટરની ઘોષણા કરી છે , એક અન્ય સેમી કંડક્ટર વિનિર્માણ કંપની લેમ્બ રિસર્ચ 60 હજાર ભારતીય એન્જિનિયરો માટે ટ્રેનિંગ કાર્યક્રમની ઘોષણા કરવા જઇ રહી છે.