PM નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. PM મોદીની લોકપ્રિયતા પર કોઈ શંકા નથી. તાજેતરમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં તેનો પુરાવો જોવા મળ્યો હતો. PM મોદીની લોકપ્રિયતાનો પુરાવો વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Youtube પર પણ જોઈ શકાય છે. નરેન્દ્ર મોદી Youtube પર 2 કરોડ સબસ્ક્રાઇબર સુધી પહોંચનાર પ્રથમ વૈશ્વિક નેતા બની ગયા છે.
Youtube પર સબસ્ક્રાઈબર અને વ્યુઝની બાબતમાં PM મોદીએ દુનિયાના પોતાના તમામ હરીફ નેતાઓને ખૂબ પાછળ છોડી દીધા છે. PM મોદીની Youtube ચેનલ પર કુલ 450 કરોડ વ્યુઝ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોદીની ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 1 કરોડને પાર કરી ગઈ હતી. મોદીની ચેનલ પરના ત્રણ સૌથી લોકપ્રિય વીડિયોના કુલ વ્યૂઝ 175 મિલિયન છે. PM મોદી પછી બીજા નંબરે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો છે, જેમની ચેનલ પર 64 લાખ સબસ્ક્રાઇબર્સ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી 11 લાખ સબસ્ક્રાઇબર સાથે ત્રીજા સ્થાને છે. ત્રીજા નંબરે યુએસ પ્રમુખ જો બિડેન છે જેમની Youtube ચેનલ પર 7,94,000 સબસ્ક્રાઇબર્સ છે. ડિસેમ્બર 2023માં PM મોદીની ચેનલના કુલ વ્યૂઝ 22.4 કરોડ છે જે એક રેકોર્ડ છે.
આ પણ વાંચો : Threat : RBI અને અન્ય બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ દ્વારા આપી ચેતવણી…