Download Apps
Home » ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને ઝટકો, SC ની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને ઝટકો, SC ની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં

Baba Ramdev Products : સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકારે (Uttarakhand Government) યોગ ગુરુ બાબા રામદેવ ( Baba Ramdev) ની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી (Patanjali Ayurveda and Divya Pharmacy) કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ (banned 14 products) લગાવી દીધો છે. આને બાબા રામદેવ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટરે આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધમાં કફની દવા (Cough Medicine) અને અનેક પ્રકારની ગોળીઓનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ સરકાર (Uttarakhand Government) ના લાયસન્સ ઓથોરિટી (licensing authority) દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી (Patanjali Ayurveda and Divya Pharmacy) વતી ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

આજે પતંજલિ કેસની સુનાવણી

ભ્રામક જાહેરાત અંગે ધામી સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પતંજલિને તેના કેટલાક ઉત્પાદનોની ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવાના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ફટકાર લગાવી હતી. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ આજે 30 એપ્રિલના રોજ મંગળવારે પતંજલિ કેસની સુનાવણી કરશે અને તે નક્કી કરશે કે બાબા રામદેવ (Baba Ramdev) પર અવમાનનાનો આરોપ મૂકવો જોઈએ કે નહીં. પતંજલિએ ઉત્પાદનો પર પ્રતિબંધને લઈને કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.

  • ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને ઝટકો
  • SCની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં
  • પતંજલિની 14 પ્રોડક્ટ પર લગાવ્યો પ્રતિબંધ
  • દિવ્યા ફાર્મસીના ઉત્પાદનોનું લાયસન્સ રદ્દ કર્યુ
  • શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, બ્રોનકોમનો સમાવેશ
  • શ્વાસરી પ્રવાહી, શ્વાસરી અવલેહા, મુક્તાવટી એક્સ્ટ્રા પાવર
  • લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, આઈડ્રોપ સામેલ
  • આઈગ્રિટ ગોલ્ડ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર સામેલ
  • આજે કોર્ટમાં બાબા રામદેવ અંગે સુનાવણી થશે
  • કોર્ટના તિરસ્કારના આરોપ અંગે સુનાવણી કરાશે

આ ઉત્પાદનો પર પ્રતિબંધ

ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ બાબા રામદેવ (Baba Ramdev) ની પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  • Swasari Gold
  • Swasari Vati
  • Shwasari Pravahi
  • Shwasari Avaleha
  • Divya Bronchom
  • Mukta Vati Extrapower
  • Lipidom
  • Bpgrit
  • Madhugrit
  • Madhunashini Vati Extrapower
  • LivamritAdvance
  • Livogrit Vital
  • Eyegrit Gold
  • Drishti Eye Drop

પતંજલિની ભ્રામક જાહેરાતનો મુદ્દો શું છે?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા બાબા રામદેવ અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો બતાવવા અને જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2022ના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર 2023ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરી 2024ના રોજ પતંજલિને ફટકાર લગાવી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ અને બાબા રામદેવ ભ્રામક જાહેરાતો બતાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. એવું કેવી રીતે કહી શકાય કે પતંજલિની દવાઓ રોગોને 100 ટકા મટાડી શકે છે? શું આ માટે કોઈ નક્કર પુરાવા છે? સુપ્રીમ કોર્ટે 19 માર્ચ અને 2 એપ્રિલે પણ આ કેસની સુનાવણી કરી હતી.

આ પણ વાંચો – બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

આ પણ વાંચો – Supreme Court : ભ્રામક જાહેરાતો પર SC દ્વારા બાબા રામદેવને ફટકાર, કહ્યું- તમે આદેશનું ઉલ્લંઘન કર્યું છે…

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?