Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Danish Ali : 'હા, મેં ગુનો કર્યો છે...', વાંચો- BSP માંથી સસ્પેન્ડ થયા બાદ સાંસદ દાનિશ અલીએ માયાવતી માટે શું કહ્યું?

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે . તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વાસ્તવમાં રમેશ બિધુરીએ સંસદમાં અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ રાહુલ ગાંધી દાનિશ અલીને મળવા પહોંચ્યા હતા. આ...
danish ali    હા  મેં ગુનો કર્યો છે      વાંચો  bsp માંથી સસ્પેન્ડ થયા બાદ સાંસદ દાનિશ અલીએ માયાવતી માટે શું કહ્યું
Advertisement

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે . તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વાસ્તવમાં રમેશ બિધુરીએ સંસદમાં અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ રાહુલ ગાંધી દાનિશ અલીને મળવા પહોંચ્યા હતા. આ પછી તેઓ અનેક અવસરો પર સંસદમાં કોંગ્રેસ સાથે ઉભા જોવા મળ્યા હતા. આ પછી બસપાએ પણ તેમને સૂચના આપી હતી.

દાનિશ અલીની પ્રતિક્રિયા સામે આવી

હવે આ અંગે દાનિશ અલીની પ્રતિક્રિયા સામે આવી છે. શનિવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને તેમણે આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે આજે લગભગ 4.30 વાગ્યે મને માહિતી મળી કે મને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે બહુજન સમાજ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આના પર હું એટલું જ કહીશ કે હું બહેન માયાવતીજીનો આભારી રહીશ કે તેમણે મને બસપાની ટિકિટ આપીને લોકસભાના સભ્ય બનવામાં મદદ કરી. બહેને મને લોકસભામાં BSP સંસદીય દળનો નેતા પણ બનાવ્યો. મને હંમેશા તેમનો અપાર પ્રેમ અને ટેકો મળ્યો છે. તેમનો આજનો નિર્ણય ચોક્કસપણે દુર્ભાગ્યપૂર્ણ છે.

Advertisement

Advertisement

મેં મારી પૂરી મહેનત અને સમર્પણથી બસપાને મજબૂત કરી

દાનિશ અલીએ કહ્યું કે મેં મારી પૂરી મહેનત અને સમર્પણથી બસપાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો અને ક્યારેય કોઈ પણ પ્રકારનું પક્ષ વિરોધી કામ કર્યું નથી. અમરોહાના લોકો આના સાક્ષી છે. મેં ચોક્કસપણે ભાજપ સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. મેં થોડાક મૂડીવાદીઓ દ્વારા જાહેર સંપત્તિની લૂંટ સામે મારો અવાજ ઉઠાવ્યો છે અને કરતો રહીશ કારણ કે આ જ સાચી જનસંગ્રામ છે. જો આ કરવું ગુનો છે તો મેં ગુનો કર્યો છે અને હું તેની સજા ભોગવવા તૈયાર છું. હું અમરોહાના લોકોને ખાતરી આપવા માંગુ છું કે હું હંમેશા તમારી સેવામાં હાજર રહીશ.

ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું

દાનિશ અલીએ જણાવ્યું હતું કે હું જે દિવસથી સાંસદ તરીકે ચૂંટાયો છું તે દિવસથી જ જનહિત અને પક્ષની વિચારધારાને ધ્યાનમાં રાખીને મેં સંસદની અંદર આ દેશના શોષિત-વંચિત સમાજનો, ખેડૂતોનો અવાજ બનવાનું કામ કર્યું છે. પછાત વર્ગોનું કામ કર્યું. મને ખબર નથી કે આ બધું પક્ષ વિરોધી છે. જ્યાં પણ અન્યાય થયો છે, તેની સામે મેં પહેલો અવાજ ઉઠાવ્યો હતો અને આગળ પણ કરતો રહીશ.

આ પણ વાંચો : Sukhdev Singh Gogamedi : ગોગામેડી હત્યા કેસમાં 5 દિવસ બાદ પ્રથમ ધરપકડ, શૂટર નીતિન ફૌજી સાથે આ છે કનેક્શન

Tags :
Advertisement

.

×