Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP સાંસદ સંજય સિંહના ઘરે ED ના દરોડા, સર્ચ ઓપરેશન ચાલુ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર EDની ટીમ સર્ચ કરવા બુધવારે સવારે જ સંજય સિંહના ઘરે પહોંચી હતી. #WATCH | Visuals from outside AAP Rajya Sabha MP Sanjay Singh's...
aap સાંસદ સંજય સિંહના ઘરે ed ના દરોડા  સર્ચ ઓપરેશન ચાલુ
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર EDની ટીમ સર્ચ કરવા બુધવારે સવારે જ સંજય સિંહના ઘરે પહોંચી હતી.

Advertisement

આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ તપાસ એજન્સીઓના રડાર પર આવી ચુક્યા છે. ઈડીએ ગયા વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગ કેસમાં AAP સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. જો કે હાલમાં તે બીમારીના કારણે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર છે.

Advertisement

આ સિવાય ED એ આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડના આરોપમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી, દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા ED એ તેની ધરપકડ કરી. સિસોદિયા હાલ જેલમાં છે. જો કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના નેતાઓને કટ્ટર ઈમાનદાર ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Maharashtra : 24 કલાકમાં 31 મોત… આ હોસ્પિટલમાં વર્ષોથી ચાલી રહ્યો છે આવો સિલસિલો, ડોક્ટરોએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

Tags :
Advertisement

.

×